fbpx
ગુજરાત

સુરત પોલીસે 26 ગુનામાં સંડોવાયેલા ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી

સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન સહિત જિલ્લામાં ઉપરાંત નવસારી વિસ્તારમાં ઘરફોડ તેમજ વાહનચોરી સહિત ગુનાઓ આચરનાર અને પોલીસ ચોપડે 26 જેટલા ગંભીર ગુનાઓ માં વોન્ટેડ એવા ચીકલીગર ગેંગ ના મુખ્ય સભ્ય રાજબીરસિંગ ટાંક ને સુરત શહેર પીસીબી એ ઝડપી પાડ્યો છે. રાજબીર સિંગ દક્ષિણ ગુજરાત ની કુખ્યાત એવી ચીકલીગર ગેંગ નો મુખ્ય સૂત્રધાર છે અને તે વર્ષ 2014 થી નાસ્તો ફરતો હતો.

સુરત શહેર પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમ્યાન ગત રાત્રી ના શહેર ભેસ્તાન ચાર રસ્તા ખાતે સુરત શહેરની પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીરસિંઘ ભેસ્તાન ખાતે આવેલ તેના ઘરની સામે ઉભેલ છે. પીસીબી ને મળેલી સચોટ બાતમીના આધારે ટિમ દ્વારા તપાસ કરવામાં આવતાં રાજબીરસિંઘ જ જણાઈ આવેલ તેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે અચરેલ ગુનાઓ અંગે કબૂલાત કરી હતી અને આ ગુનાઓ આચરવામાં તેને કોણ સાથ આપતું હતું અને કઈ રીતે ગુનાઓ ને અંજામ આપતો હતો તે તમામ બાબત પોલીસ ને જણાવેલ હતી. 

રાજબીરસિંઘ રીઢો આરોપી છે અને તે તેના સસરા સાથે મળી ને ગુનાઓ ને અંજામ આપતો હતો. ગુનો કરવા માટે તેઓ પ્રથમ મોટરસાયકલ ની ચોરી કરતાં હતા અને તે જ મોટરસાયકલ નો ઉપયોગ તેઓ ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગ માં લેતા હતાં. બંને જણા એ મળી ને તેમના અન્ય સાગરીતો સાથે શહેર ના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ જિલ્લા અને નવસારીમાં કુલ 14 ઘરફોડ, વાહનચોરી ના 11 ગુનાઓ આચરેલ હતાં તેમજ વર્ષ 2019 દરમ્યાન સુરત ડીસીબી પોલીસ ના માણસો ઉપર જીવલેણ હુમલો કરી ભાગી ગયેલ હતો. આમ કુલ 26 ગુનાઓ માં વોન્ટેડ હતો જેને હાલ સુરત પીસીબી એ દબોચી લીધો છે.

હાલ તો સુરત શહેર પીસીબી એ આ વોન્ટેડ આરોપી ને ઝડપી ને હજુ વધુ ગુનાઓ ડિટેક્ટ કરવા આગળ ની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ ને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચ ની તપાસ માં હજુ વધુ કેટલાં ગુનાઓ ની કબૂલાત આ રીઢા આરોપી દ્વારા કરવામાં આવશે તે જોવું રહ્

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/