fbpx
ગુજરાત

માધવપુરના મેળામાં કહ્યું, ‘આજે શ્રીકૃષ્ણ અને સુભદ્રાના વિવાહસ્થળ પર છીએ’

પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળાના કાર્યક્રમમાં ત્રિપુરાના મુખ્યમંત્રી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી, આદિવાસી વિકાસ અને નાગરિક પુરવઠા મંત્રી સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહયા હતા. જેમાં રાજ્યના ભાજપાધ્યક્ષ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમા ભાંગરો વાટી દીધો હતો.

રુક્મિણીજીના બદલે સુભદ્રાને શ્રીકૃષ્ણનાં પત્ની કહ્યાં
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રુક્મિણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે ‘ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી, શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. આજે શ્રીકૃષ્ણના સુભદ્રા સાથેના વિવાહના સ્થળ પર છીએ’ એવું પ્રવચન ચાલુ હતું.

ભૂલ થતાં જનમેદની ચોંકી ઊઠી
ત્યારે આ મામલે કોઈકે પાટીલના કાનમાં સુભદ્રા નહિ, પણ રુક્મિણીજી એવું ભાન કરાવતાં પાટીલે ભૂલ સુધારી સુભદ્રાને બદલે રુક્મિણીજીજી શબ્દનો પ્રયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રીકૃષ્ણ અને સુભદ્રા વચ્ચે ભાઈ-બહેનનો સંબંધ હતો ત્યારે પાટીલે શ્રીકૃષ્ણ સાથે રુક્મિણીજીને બદલે સુભદ્રાના નામનો વારંવાર ઉલ્લેખ કરતાં ઉપસ્થિત જનમેદની ચોંકી ઊઠી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/