fbpx
ગુજરાત

કોંગ્રેસ માં ચાલી રહેલી નારાજગી વચ્ચે હાર્દિક પટેલે બંધબારણે કરી નરેશ પટેલ સાથે મુલાકાત

ગુજરાત ના રાજકારણ માં આજે એક નવો વળાંક આવે તેવા અણસાર મળ્યા, એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જાેડાય તેવા સંકેતો મળી રહ્યા છે એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે ૩ કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બન્ને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખુબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવ્યુ હતુ.

ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જાેડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે ? રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાર્દિક પટેલે કહ્યું હતું કે, ૨૦૧૭ પછી મારો ક્ષમતા મુજબ ઉપયોગ નથી થયો. પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો હતો. બીજી તરફ નરેશ પટેલને લઈને કોંગ્રેસના વલણને પણ હાર્દિકે વખોડ્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલનો પણ તેમની ક્ષમતા મુજબ ઉપયોગ થવો જાેઇએ. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય. મારા જેવું નરેશભાઈ સાથે ના થવું જાેઈએ. નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત ર્નિણય લે. નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક સવાલ. ર્નિણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુકસાન થાય છે. ત્યારબાદ હાર્દિકે કહ્યું હતું કે, પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પર આરોપ નથી લગાવ્યા. અમે જ્યાં છીએ ત્યાથી સાચુ બોલવું જાેઈએ. પાર્ટીની વચ્ચે નાની-મોટી નારાજગી હશે. સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર માની શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/