fbpx
ગુજરાત

વડોદરામાં ફરી એક વાર લુખ્ખા તત્વો બન્યા બેફામ, સિનેમા ગૃહમાં ઘુસી જઈ મારામારી કરી પડદાને નુકસાન પહોંચાડ્યું

વડોદરામાં ફરી એક વવાર લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં, પ્રતાપનગર રોડ ઉપર આવેલ અલ્પના સિનેમા ગૃહમાં કેજીએફ ચેપ્ટર ૨ ફિલ્મના રાત્રીના છેલ્લા શોમાં ઘૂસી આવેલા ચાર માથાભારે શખ્સો અને ટોકિઝના કર્મચારીઓ વચ્ચે મારામારી થઇ હતી. માથાભારે શખ્સોએ ટોકિઝનો ૧૭ ફૂટ લાબો થ્રીડી પડદો અને ખુરશીઓની તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે માથાભારે યુવાનોએ બંને ટિકીટ ચેકરો કાદરભાઇ કુરેશી અને રાકેશભાઇ બારીયાને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત માથાભારે યુવાનોએ ૧૭ ફૂટ લાબો થ્રીડી પડદો ફાડી નાખ્યો હતો. તેમજ ટોકિઝ સ્થિત ખુરશીઓની તોડફોડ કરી રૂપિયા ૪ લાખનું નુકશાન પહોચાડ્યું હતું. બનેલા બનાવને પગલે પ્રેક્ષકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં વાડી પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો.

બનાવ અંગે વાડી પોલીસે ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સો સામે મારામારી, તોડફોડનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માથાભારે શખ્સોને શોધી કાઢવા ટોકિઝમાં લાગેલા સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી છે. વાડી પોલીસ મથકમાં ટોકિઝના કેશિયર નિમેશભાઇ નિકુંજ ભાઇ કડકીયાએ ટોકિઝમાં બનેલા બનાવ અંગે ચાર માથાભારે યુવાનો સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, અલ્પના સિનેમાગૃહમાં કેજીએફ ચેપ્ટર ૨ ફિલ્મ ચાલી રહી હતી. છેલ્લા શોમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો ફિલ્મ જાેવા માટે આવ્યા હતા. જેમાં ચાર જેટલા યુવાનો પોતાની જગ્યા છોડી બીજી સીટ ઉપર બેઠા હતા. ત્યારે ટિકીટ ચેકર કાદરભાઇ ગનીભાઇ કુરેશી અને રાકેશભાઇ કાતિભાઇ બારીયાએ ચાર યુવાનોને તેઓની સીટ ઉપર બેસવા માટે જણાવતાં મામલો બીચક્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/