fbpx
ગુજરાત

રેલવે સ્ટેશન પર માતાએ બાળકીને જન્મ આપ્યા બાદ બેભાન થઈ, ૧૦૮ને ખબર મળતાજ સત્વરે સારવાર આપવામાં આવી

ફરી એક વાર ૧૦૮ દ્વારા ખૂબજ સરાહનીય કામ કરવામાં આવ્યો છે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા બાથરૂમ કરવા ગઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે તાજી જન્મેલ બાળકી ત્યાં રડતી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશનથી કોલ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને માતા તથા બાળકીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર ૫ પર એક મહિલા વોશરૂમ ગઈ હતી. આ દરમિયાન તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી.

જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી. આ ઘટના દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ ૧૦૮ને કોલ કરી સારવાર માટે મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ ૧૦૮ની ટીમ ૧૦ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ માતા અને બાળકની તપાસ કર્યા બાદ તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ઘટના સ્થળ પર ૧૦૮ની ટીમે પહોંચીને ફિઝિશિયન સાથે પરામર્શ કરી માર્ગદર્શન અનુસાર તેની સારવાર કરી હતી. એમ્બ્યુલન્સમાં હાજર ઇએમટી ચીરાગ નાયી અને પાયલોટ પ્રકાશ પ્રજાપતિની સતર્કતાથી બન્નેને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ માટે અને બાળકીની હાલત સ્થિર છે અને સારવાર લઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/