fbpx
ગુજરાત

રાધનપૂર રખડતા ઢોરના અડફટે ચડી યુવકના મોત બાદ તંત્ર જાગ્યું ? આખરે પ્રશાસને આખલા પકડો ઝુંબેશ શરૂ કરી 

પાટણના રાધનપુર શહેરમાં મીરાં દરવાજા પાસે કચરાના ઢગલા પાસે બે આખલા લડતા લડતા 18 વર્ષીય યુવાનને સિંઘડામાં ભરાવી ઉછાળતા મોત થયા બાદ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. ઘટનાસ્થળેથી તાત્કાલિક કચરો ઉપાડી લઈનેએ જગ્યાએ ચોકિયાત મૂકી દેવામાં આવ્યો છે અને રહીશોને ત્યાં કચરોના નાંખવા સૂચના આપી દેવામાં આવી છે. કચરો ડોર ટુ ડોર વાહનમાં નાંખવા જણાવ્યું છે.

આ ઉપરાંત ભાભર પાંજરાપોળમાંથી ઢોર પુરવાનું પાંજરુ મંગાવીને રાત્રે ઘટનાસ્થળની આજુબાજુથી 5 આખલાને પાંજરે પૂરવામાં આવ્યા હતાં. શહેરના ઠેર-ઠેર રખડતા ઢોરો માટે નગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવીને ઢોરમાલિકોને કડક સૂચના આપવામાં આવી છે કે હવે પછી જાહેરસ્થળો ઉપર રખડતા ઢોર જોવા મળશે તો ઢોરમાલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

શહેર કૉંગેસ પ્રમુખ ડો.વિષ્ણુ ઝુલા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કાનજીભાઈ પરમાર, કોર્પોરેટર અહેમદભાઈ ઘાંચી, રસુલખાન બલોચ, કમુબેન ઠાકોર તેમજ અન્ય કોર્પોરેટરોએ મૃતક યુવકના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. પરિવારજનોએ સત્તાધીશોને જણાવ્યું હતું કે હવે પછી આવી કરુણ ઘટના ના બને એ માટે તકેદારી રાખવી.

ચીફ ઓફિસર જોવા પણ આવ્યા નથી
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાણસ્માના ચીફ ઓફિસર જિતેન્દ્ર પટેલને ચાર્જ સોંપવામાં આવેલો છે. ચીફ ઓફિસરની જવાબદારીમાં આવતી હોય તેવી ગંભીર ઘટના બની હોવા છતાંય ચીફ ઓફિસર જિતેન્દ્ર પટેલ જોવા સુદ્ધા આવ્યા નથી. તેમની વિરુદ્ધ પણ એક્શન લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. શહેરમાં સફાઈ રાખવાની જવાબદારી સેનેટરી ઇન્સ્પેક્ટરની છે,અને રાધનપુર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ચાણસ્મા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહારભાઈ રબારીની હોવા છતાં તેઓ પણ હજુ સુધી આવ્યા નથી. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/