fbpx
ગુજરાત

કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે “પાણી ના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું વિતરણ

અમદાવાદ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જીવો અને જીવવા દો” જેવા સુંદર સંદેશ સાથે “પાણી ના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓ માટે માળા” નું ઘોડાસર ફીડર કેનાલ ગાર્ડન, આવકાર હોલની સામે, ઘોડાસરમાં ૨૬/૦૪/૨૦૨૨, મંગળવારના રોજ સવારે ૭ થી ૯ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ઝંખના શાહ જણાવે છે કે કાળઝાળ ગરમીમાં આપણે પાણી વગર નથી રહી શકતા તો આ અબોલ જીવોની શું હાલત થતી હશે, એની કલ્પના કરી જોવો. આવો આપણે સૌ સાથે મળીને ઉનાળામાં તરસ્યાં પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યસ્થા કરીને અબોલ જીવોનું જીવન બચાવીએ. ઉનાળામાં ગરમીના કારણે પશુ-પક્ષીઓને ડીહાઇડ્રેશન થઈ જાય છે, તો આવા સમયમાં એમના પાણીમાં ORS નાખવું, જેથી તેમને શક્તિ મળે. પ્રાણી ક્રૂરતા રોકવા માટે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની પત્રિકા પણ જોડે આપવામાં આવે છે. જેથી લોકોને કાયદાનું જ્ઞાન મળે અને લોકોમાં જાગૃતિ આવે. મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકો દ્વારા પણ આ કાર્યક્રમની ખૂબ પ્રસંશા કરવામાં આવી. આપશ્રીને નમ્ર વિનંતી કે એક કુંડું આપના ઘરની બાલ્કની, ઘરની કે ઓફીસની બહાર અથવા બગીચામાં પાણી ભરીને મૂકવું . નોંધ : દરરોજ કુંડાને સાફ કરીને પીવાનું પાણી મૂકવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/