fbpx
ગુજરાત

પાટણમાં અખાત્રીજના દિવસે લોકોએ વાહનો,મકાનો, ઘરેણાની ખરીદી કરી

પાટણ શહેરમાં અખાત્રીજના પાવન દિવસે લોકોએ કરોડો રૂપિયાના વાહનો સોના ચાંદીના ઘરેણા અને મકાનની ખરીદી કરી હતી. વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ ને અક્ષય તૃતિયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ત્રીજાે દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ત્રીજાે દિવસ છે. હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. પાટણ શહેરમાં અખાત્રીજના પાવન દિવસે હીરોના શો રૂમમાં ૬૦થી ૭૦ જેટલા વાહનોનું વેચાણ થયું હતું.

એટલે કે એક જ દિવસમાં ૫૦થી ૬૦ લાખના ટુ-વ્હિલરનું વેચાણ થયું હતું તેમ શો રૂમના માલિક ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ત્યારે હોન્ડા શો રૂમના મેનેજર રમેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગઇકાલે અમારા શો રૂમમાંથી ૩૦થી ૪૦ વાહનોનું વેચાણ થયું હતું. જેમાં રૂ. ૨૫થી ૨૮ લાખની આવક થઈ હતી. જ્યારે બજાજના શો રૂમમાંથી પણ મોટી સંખ્યામાં વાહનોનું વેચાણ થયું હતું. આ ઉપરાંત પેટ્રોલના વધેલા ભાવોના કારણે ઇલેક્ટ્રિક સ્કૂટરનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું. આ સાથે આજના દિવસે સોના-ચાંદી, મકાન, દુકાનની ખરીદી પણ શુભ માનવામાં આવતી હોવાથી લોકોએ નવા મકાનોના બુકીંગ કરાવ્યા હતા. તો કોઈએ નવા મકાનોની ખરીદી કરી હતી. આમ પાટણ શહેરમાં અખાત્રીજના પાવન દિવસે શુભ મૃહતમાં લોકોએ કરોડો રૂપિયાના વાહનો, મકાનો, સોના-ચાંદીના ઘરેણાં વગેરેની ખરીદી કરી હતી. તો અખાત્રીજના શુભ મૂહુર્તમાં મોટા પ્રમાણમાં લગ્ન પણ યોજાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/