fbpx
ગુજરાત

તામિલનાડુ અને ગુજરાતમાં ઘટેલી અકસ્માતોની ઘટનાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, સહાય મોકલતા મોરારિબાપુ

ગયા અઠવાડિયે તામિલનાડુના થાન્જાવુંર જીલ્લાના એક ગામમાં પરમ્પરાગત રથયાત્રા યોજાઈ હતી. પ્રતિવર્ષ યોજાતી આ રથયાત્રામાં વહેલી સવારથી સેંકડો લોકો સહભાગી થયા હતા. ભગવાનની આ રથયાત્રાનો રથ અચાનક વીજળીના તાર સાથે અથડાતાં આગ લાગી હતી અને તે આગમાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ હતભાગી મૃતકો તરફ સંવેદના વ્યક્ત કરી પૂજ્ય મોરારિબાપુએ તામિલનાડુ મુખ્યમંત્રી રાહતનિધિને રૂપિયા ૫૫ હજારનું અનુદાન મોકલ્યું છે.એ જ દિવસોમાં નવસારીના ચીખલી નજીક એક માર્ગ અકસ્માતમાં ૫ લોકોએ અને રાજકોટના એક પરિવારને લીમડીના કોઠારિયા નજીક માર્ગ અકસ્માત થયો હતો જેમાં પણ પાંચ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ તમામ હતભાગી લોકોના પરિવારજનોને પ્રતિ પણ પૂજ્ય બાપુએ એમની સંવેદના પ્રગટ કરી છે તથા પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ હજારની સહયતા મોકલાવેલ છે.  આ ઘટનાની કુલ એક લાખ ઉપરાંતની રાશી રામકથાના શ્રોતા દ્વારા વિતરિત કરવામાં આવી છે. સૌ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ જયદેવભાઈ માંકડ ની યાદી મા જણાવાયું છે.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/