fbpx
ગુજરાત

અમદાવાદ આકરી ગરમી વચ્ચે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે

ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડીહાઇડ્રેશન ને કારણે પડી જવાના કિસ્સાઓમાં સામે આવતા આ ર્નિણય લેવાની વિચારણ કરવામા આવી હતી અને હવે અમલીકરણ કરાશે. ટ્રાફિક નિયમનની કડક અમલવારીની વચ્ચે ટ્રાફિક પોલીસે માનવતાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી વાહન ચાલકોને ઉનાળાની કાતીલ ગરમીથી રક્ષણ મળશે. પોલીસે તો લોકોનો વિચાર કરી માનવતા ભર્યું પગલું લીધું છે પણ હવે લોકોએ જવાબદાર બની ટ્રાફિક ના નિયમો પાળવાના રહેશે તેજ આશા પોલીસને લોકો પાસે છે.અમદાવાદીઓ માટે ગરમીમા રાહત આપતો ર્નિણય લેવાશે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નનલ બંધ રાખવામાં આવશે. જેથી હવે કાળઝાળ ગરમીમા વાહન ચાલકોને આંશિક રાહત મળી શકશે.. હવે તડકામા વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનુ પાલન કરવામા મુકતિ મળશે. બે દિવસ માટે ટ્રાફિક પોલીસે શહેરના ૬૦ સિગ્નલ બપોરે ૧ થી ૪ બન્ધ રાખવા ટ્રાયલ શરૂ કર્યું છે.

શહેર પોલીસ શહેરીજનો માટે રાહત આપતો ર્નિણય લેવાની છે. પોલીસ અધિકારીઓના અભિપ્રાય બાદ સિગ્નલ બંધ રાખવાનો ર્નિણય લેવામા આવશે. બપોરે ૧ વાગ્યા પછી ગરમીનુ પ્રમાણ વધતા વાહન ચાલકોને તડકામા સિગ્નલ પર ઊભા રહેવાના કારણે મુશ્કેલીઓ વધે છે. લૂ લાગવી, હીટ વેવની અસરના કારણે સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસે બપોરના સમયમા ૧ થી ૪ દરમિયાન સ્ગિનલ બંધ રાખવાને લઈને અભિપ્રાય મેળવ્યા છે. અને અભિપ્રાય બાદ ટુંક સમયમા સિગ્નલ બંધ રાખવાનો ર્નિણય લેવામા આવશે. હાલ પોલીસે બે દિવસ માટે આ ટ્રાયલ શરૂ કરી ૬૦ સિગ્નલ બન્ધ રાખશે. આ અંગે ટ્રાફિક વિભાગના અધિકારીઓ એ જણાવ્યું કે ટ્રાફિક પોલીસના સિગ્નલ બંધ રાખવાના ર્નિણયથી કાળ ઝાળ ગરમીમા રાહદારીઓને આંશિક રાહત મળશે. ટ્રાફિકના મોટા જંકશનો પર બપોરે સિગ્નલ બંધ રહેશે. જેથી તડકામાં સિગ્નલ પર ઉભુ ના રહેવું પડે તે માટે માનવતા દાખવીને પોલીસ મહત્વનો ર્નિણય લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/