fbpx
ગુજરાત

ચાઇનીઝ ફંડિંગ મેળવવાનું અને કંપની લોઝની જાેગવાઈનું પાલન ન કરવાનું ભારે પડ્યું, ગુજરાતી કંપની એચસીબીબીને કંપની રજિસ્ટ્રારની નિયમ ભંગની નોટિસ

અમદાવાદ સ્થિત કંપનીના સ્થાપક નિલેશ તરુણભાઈ પરમાર અને ચાઇનીઝ સહસ્થાપક ઝાંગ લિંગ નાણાકીય વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માટે કંપનીનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છે. સ્વાભાવિક રીતે કંપની તેના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ્‌સ પણ ફાઇલ કરવામાં નિષ્ફળ ગઈ હતી. ગુજરાતી સ્થાપક નિલેશ પરમાર અમદાવાદના નારણપુરામાં નવા વાડજ ખાતે રહે છે. તેમણે ગાંધીનગરમાં સેક્ટર ૨૫માં ઇલેક્ટ્રોનિક કંપની ૐઝ્રમ્મ્ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કરી. તેની સત્તાવાર શેરમૂડી ૫૭ લાખ રૂપિયાની અને ભરપાઈ થયેલી શેરમૂડી ૫૬.૬ લાખની છે. કંપની ઇલેક્ટ્રિક મોટર્સ, જનરેટર્સ અને ટ્રાન્સફોર્મર્સના ઉત્પાદન સાથે જાેડાયેલી છે. ચાઇનીઝ સહસ્થાપક ઝાંગ લિંગને પણ કંપની રજિસ્ટ્રાર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. તે ચીનમાં હુઆન હુબેઈ પ્રાંતમાં તુઆંગચેન્ગશાન સ્ટ્રીટનો વતની છે. વુહાન કોવિડ-૧૯ વાઇરસનું એપિક સેન્ટર છે,

તે સેન્ટ્રલ ચાઇનાના હુબેઈ પ્રાંતની રાજધાની છે. જ્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ કંપનીના સત્તાવાર નંબર પર સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો. કંપની રજિસ્ટ્રાર સમક્ષ ૨૩ માર્ચ ૨૦૨૨ના રોજ થયેલી સુનાવણીમાં કંપનીનો કોઈપણ પ્રતિનિધિ કે ડિરેક્ટર હાજર થયો ન હતો, એટલું જ નહી તેઓએ આ અંગે કોઈ જવાબ પણ આપ્યો ન હતો. આરઓસીના સૂત્રોના જણાવ્યા મુજબ કંપની અને તેના અધિકારીઓને કંપનીઝ એક્ટ ૨૦૧૩ની સેકશન ૯૨(૫) અને સેક્શન ૧૩૭(૩)ની જાેગવાઈ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે. આ આદેશ મુજબ કંપનીના સ્થાપકોને કંપનીઝ એક્ટ ૨૦૧૩ની સેક્શન ૯૨(૪) અને સેક્શન ૧૩૭ (૧)મુજબ બાકી રહેલા સ્ટેટ્યુટરી રિટર્ન અને બેલેન્સ શીટને ફાઇલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કંપનીએ આ ઉપરાંત દંડની રકમ પણ ચૂકવવી પડશે, જાે તે આ રકમ નહી ચૂકવે તો તેને પાંચ લાખ રૂપિયા સુધીની રકમનો દંડ પણ થઈ શકે છે.અમદાવાદ સ્થિત કંપનીને ચાઇનીઝ ફંડિંગ મેળવવાનું અને કંપની લોઝની જાેગવાઈઓનું પાલન ન કરવાનું ભારે પડી ગયું છે. કોર્પોરેટ મંત્રાલયે અમદાવાદની ૐઝ્રમ્મ્ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડને કંપની કાયદાનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/