fbpx
ગુજરાત

અમદાવાદમાં ૮ લાખના ડ્રગ્સ સાથે રાજસ્થાની ઈસ્મની ધરપકડ

રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર પાસેનો રહેવાસી ગણપત બિશ્નોઈની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી જેની કિંમત આશરે ૮ લાખ ૩૬ હજારથી વધુની છે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પાયે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સારંગપુર બ્રિજ પાસે પણ પોલીસનું ચેકિંગ ચાલતું હતું. ત્યારે એક શખ્સ હાથમાં બેગ લઈને પસાર થતો હતો. તે પોલીસને જાેઈને અચાનક ભાગ્યો હતો. પોલીસે આ શખ્સ કેમ ભાગ્યો તેવી શંકાના આધારે ફિલ્મી સ્ટાઈલે દોડીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેની પાસેની બેગમાંથી એક સફેદ રંગના પાઉચમાં પોલીસને ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ વ્યક્તિની પુછપરછ કરતાં તેનું નામ ગણપત બિશ્નોઈ હોવાનું જણાવ્યું હતું. તે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીકનો રહેવાસી હોવાની વિગત પણ પોલીસને મળી હતી.

આ ડ્રગ્સ તે અમદાવાદમાં કોને અને કેટલા લોકોને ડિલિવર કરવા આવ્યો હતો. તેની વિગત પોલીસને મળતાં તેમને પકડવા માટે પ્રયાસ શરૂ કરી દેવાયા છે. તે ઉપરાંત આ વ્યક્તિની પોલીસે વધુ પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના સારંગપુરમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે આવેલો રાજસ્થાનનો બિશ્નોઈ ઝડપાયો છે. કાલુપુરથી સારંગપુર તરફ વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક શખ્સ પોલીસને જાેઈને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ફિલ્મી સ્ટાઈલમાં દોડીને ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સની જડતી લેતાં તેની પાસે રહેલી બેગમાંથી ૮૦ ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની બજાર કિંમત ૮ લાખ ૩૬ હજારથી વધુ થાય છે. પોલીસે હાલમાં આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/