fbpx
ગુજરાત

અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એકની કરી ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી હવે નથી. હવે તો રાજ્યમાં હવે મોંઘી બ્રાન્ડના દારૂનું વેચાણ વધી રહ્યું છે એવામાં આવું થવું સામાન્ય નથી અને અસામાન્ય જેવું પણ રહ્યું નથી. અમદાવાદ જેવા શહેરમાં સ્કોચ,વોડકા જેવી બ્રાન્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે બુટલેગરો કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો. જેના પર પીસીબીએ રેડ કરીને ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી જતો હતો. માણેકબાગ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજાે ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો ૨૦૦ રૂપિયા વાળો જ દારૂ હોય.

અમદાવાદ પીસીબીએ માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના એસ૨ ફ્લેટમાં રેડ કરી હતી. પીસીબીને મળેલી બાતમી પ્રમાણે ત્યાં દારૂનો જથ્થો હતો. રેડ દરમિયાન પોલીસ ફ્લેટમાં ગઈ ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જાેડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે. અહીં આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ ,પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર ,તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી હતી. આ બધાનો ઉપયોગ બનાવટી દારૂ બનાવવા માટે થતો હતો. હાલ પીસીબીએ પકડાયેલા આરોપી પાસેથી કેટલો દારૂ અત્યાર સુધી વેચ્યો તેની મોડ્‌સ ઓપરેન્ડી શુ હતી અને તેના ગ્રાહક કોણ હતા તે જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/