fbpx
ગુજરાત

નાસતાની લારી પર ધંધો કરતા યુવક સાથે સગપણ કર્યા બાદ યુવતીના પરિવારજનોએ રોકડ દાગીના મળીને ૩૦ લાખની ઠગાઇ કરી

ભુજના સોનીવાડ સુમરા ડેલી પાસે રહેતા અને જુના બસ સ્ટેશન પાસે નાસતાની લારી પર ધંધો કરતા યુવક સાથે સગપણ કર્યા બાદ યુવતીના પરિવારજનોએ મુંબઇમાં મકાન લેવા અને ત્યાં ધંધો કરી સેટ થવાના નામે રોકડ દાગીના મળીને ૩૦ લાખની ઠગાઇ કરતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ સુમરા ડેલી પાસે રહેતા શકુંતલાબેન ભગવાનદાસ રામાણીએ મુંબઇના બાંન્દ્રા ખાતે રહેતા પ્રેમબાઇ સુરેશ ભિલવારા, સંજય સુરેશ ભિલવારા, રવિ સુરેશ ભિલવારા વિરૂધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના દિકરા સચિન ઉર્ફે પ્રદિપ જે જુના બસ સ્ટેશન પાસે નાસતાની લારી ચલાવે છે. તેમની સાથે આરોપી પ્રેમબાઇએ તેની દિકરીના સગપણ કરાવ્યા હતા.

બાદમાં મુંબઇ બોલાવીને દિકરીના ઘરેણા ફરિયાદી પાસેથી કરાવડાવ્યા હતા. દરમિયાન ફરી મુંબઇ બોલાવીને ખેરવાડી બાન્દ્રા મુંબઇમાં ૩૦ લાખનો ફ્લેટ લેવાનું કહી દિકરી જમાઇ અહીંજ રહેશે ફરિયાદીનો દિકરો અહીં નાસતાની લારી કરી ધંધો કરશે તો, સારૂ કમાશે અને બન્ને સેટ થઇ જશે તેવું કહીને તબકાવાર રૂપિયા ૩૦ લાખ પડાવી લીધા હતા. બાદમાં ફરિયાદીના દિકરાના લગ્ન ન કરાવી અને ફ્લેટ માટે આપેલા રૂપિયા પરત ન આપતાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/