fbpx
ગુજરાત

વાપીમાં ચોરીના આરોપીનું પોલીસ સ્ટેશનમાં ભેદી સંજાેગોમાં મોત

વાપીના ચલામાં એક એપાર્ટમેન્ટમાં પ્રવેશેલા ઇસમને પકડી પાડી લોકોએ પોલીસને જાણ કરી હતી. જેને પોલીસ સ્ટેશને લઇ આવી નજર હેઠળ રાખ્યા બાદ સવારે તેનું મોત નિપજ્યું હતું. લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરાઇ હતી. મૃતકને ખેંચની બિમારી હોય જમીન પર પટકાયા બાદ તેનું મોત થયું હતું. જાેકે સત્ય હકીકત પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. વાપીના ચલા ખાતે અજીત નગર સ્થિત યોગી એપાર્ટમેન્ટમાં રહેતા નિરવ આર.શાહએ વાપી ટાઉન પોલીસને ફોન ઉપર જાણ કરી હતી કે, તેમના એપાર્ટમેન્ટમાં એક અજાણ્યો ઇસમ ચોરીના ઇરાદે ઘૂસી આવ્યો છે. જેને પકડી પાડી પોલીસને જાણ કરતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એપાર્ટમેન્ટથી ઇસમને પકડી ટાઉન પોલીસ સ્ટેશને લવાયો હતો. જેને નજર હેઠળ ઉપરની કેબિનમાં રખાયો હતો. પકડાયેલો ઇસમ બેભાન હાલતમાં દેખાતા તાત્કાલિક ૧૦૮ની ટીમને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા

અને તેને મૃત જાહેર કરતા પોલીસ તેને ચલા સીએચસી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે પણ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે વાપી તાલુકાના મામલતદાર એફએસએલની ટીમ સાથે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જ્યારે વલસાડના ડીવાયએસપી વી.એન.પટેલ સ્થળ તપાસ માટે પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. ડીવાયએસપીના જણાવ્યા મુજબ મૃતકે પ્રાથમિક તપાસમાં પોતાનું નામ અખિલેશ ચંદ્રજીત રાય ઉ.વ.૨૬ રહે.દમણ મુળ બિહારનો હોવાનું જણાવ્યું હતું. લાશને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલી છે. અખિલેશને ટાઉન પોલીસ મથકે લઇ આવી પૂછપરછ બાદ નજર હેઠળ રખાયો હતો. તપાસમાં તેને ખેંચની બિમારી હોવાથી પડી જવાથી માથાના ભાગે ટેબલથી ઇજા પહોંચતા મોત થયાનું જાણવા મળી રહ્યું છે. વધુ માહિતી ફોરેન્સિક રિપોર્ટ બાદ જ બહાર આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/