fbpx
ગુજરાત

અમદાવાદમાં દિકરીના જબરદસ્તી લગ્ન કરાવ્યા અને માર મરાતા અભયમની મદદ લીધી

અમદાવાદ પાસેના એક ગામમાં રહેતાં પરિવારમાં પિતાને દારૂ પીવાની ટેવ હતી. તેમની આ ટેવને કારણે પરિવાર આર્થિક પછાત બની ગયો હતો. ઘરમાં એક સગીર દીકરી હતી. જેથી પૈસાની જરૂરિયાતને સંતોષવા માટે પરિવારે સગીર દીકરીના જબરદસ્તીથી લગ્ન કરાવી દીધાં હતાં. દીકરી જ્યારે સાસરીમાં જવાની ના પાડતી તો પરિવાર અને માતા પિતા તેને બેરહેમીથી ફટકારતાં હતાં. આખરે કંટાળીને દીકરીએ હેલ્પલાઈનની મદદ લીધી હતી. તેણે હેલ્પલાઈને ફોન કરીને પોતાની સાથે થઈ રહેલા અત્યાચારની વાત કરી હતી. અમદાવાદ પાસેના એક ગામમાં ૧૬ વર્ષની સગીરાને અભયમ હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો. તેણે હેલ્પલાઈનને જણાવ્યું હતું કે, તે હાલમાં તેના માતા પિતા સાથે રહે છે.

માતા પિતા બંને મજુરી કામ કરે છે. પિતા દારૂ પીવાની ટેવ વાળા હોવાથી મજૂરીના પૈસા દારૂ પીવામાં વાપરી નાંખે છે. ઘરમાં પૈસાની કમી હોવાને કારણે પુત્રીના લગ્ન કરાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સગીરાને તેના મામાના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ તેને લગ્ન નહીં કરવા હોવા છતાં બળજબરી પૂર્વક લગ્ન કરાવ્યાં હતાં. સગીરાને તેની સાસરીમાં જવું નહોતું અને બીજી બાજુ તેના માતા પિતા તેને રાખવા તૈયાર નહોતા. સાસરીમાં પરાણે મોકલવા માટે તેને માર મારવામાં આવતો હતો. મજૂરીના પૈસા તેમનો પતિ દારૂ પીવા પાછળ વાપરી નાંખે છે. જેથી ઘરમાં એક ટંક ખાવાના પણ પૈસા રહેતાં નથી.

જેથી દીકરીના લગ્ન થઈ ગયાં છે તો સારૂ છે તેને સાસરીમાં સારી રીતે રહેવા મળશે. અહીં ખાવાના પણ પૈસા નથી તો તેને કેવી રીતે ખવડાવીશું. સગીરાના પિતાએ અભયમની ટીમને કહ્યું હતું કે, ઘરમાં પૈસા નહીં હોવાથી દીકરીના લગ્ન વહેલા કરાવી દીધાં હતાં.સમાજમાં મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યાં છે. અનેક મહિલાઓ રોજેરોજ પારિવારિક અત્યાચારો સામે ઝઝૂમી રહી છે. ત્યારે અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રહેતા પરિવારમાં આર્થિક તંગીને કારણે માતા પિતાની બળજબરી સગીર દીકરીને સહન કરવી પડી હતી. માતા પિતાએ પૈસા માટે જ સગીર દીકરીના જબરદસ્તીથી લગ્ન કરાવી દીધાં હતાં. દીકરીએ સાસરીએ જવાની ના પાડતાં માતા પિતાએ ફટકારી પણ હતી. પિતાને દારૂ પીવાની ટેવ હોવાને કારણે પરિવારે દીકરીના ઝડપથી લગ્ન કરાવી દીધા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/