fbpx
ગુજરાત

રાધનપુરમાં મંદિરના ઉપપ્રમુખને છરીના ઘા મારતા ફરિયાદ નોંધાવી

રાધનપુર તાલુકાના નજુપુરા ગામના વતની ભગવાનદાસ વિઠ્ઠલદાસ સાધુ જેઓ હનુમાનજી મંદિરના ઉપપ્રમુખ તરીકેનો હોદો સાંભળી રહ્યા છે. તેઓ સવારે મંદિરમાં હાજર હોય તે વખતે ૪ મહિલાઓ અને બે પુરુષો આવી ભગવાનદાસને પતાવી દેવાની વાતો કરતા કરતા ગાળા-ગાળી કરવા લાગેલા અને કહેલ કે કેમ અમારા વિરુદ્ધનાં કેસમાં સાક્ષી રહ્યા છો? તેમ કહી બૈરાંઓએ ફરિયાદીને પકડી અને ભાવેશભાઈએ છરી વડે પેટના ભાગે મારવા હુમલો કર્યો હતો. પરંતુ ફરિયાદીએ ડાબો હાથ સામે કરતા છરી ડાબા હાથે વગેલી અને બીજા આરોપી રમીલાબેન પણ ભગવાનદાસને પેટના ભાગે ચપુનો ઘા કરતા હાથ આડો કર્યો હતો તે ઘા પણ હાથ પર થયો હતો. ઝગડા દરમિયાન ફરિયાદીને ૫ જણ બહાર ખેંચી ગડદા પાટુનો માર મારતા મંદિરની બહાર જતા હતા

તે દરમિયાન ભગવાનદાસે રાડારાડ કરતા તેમના સંબંધી શંકરલાલે વધુ મારથી બચાવી લીધેલ અને તે દરમિયાન ભગવાનદાસનાં ગળામાં રહેલ સોનાની દોઢ તોલાની રુદ્રાક્ષની માળા પણ વિજયસાધુ શંખેશ્વર વાળાએ ખેંચી લીધેલ હોવાની રાધનપુર પોલીસમાં આઈપીસી કલમ-૩૯૪, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫ બી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા થોડા સમયથી રાપરિયા હનુમાનજી મંદિરમાં સાધુ સમાજ વચ્ચે ઘર્ષણ જાેવા મળી રહ્યું છે. અગાઉ પણ ટ્રસ્ટીઓ સંઘર્ષમાં આવતા આમને સમને ફરિયાદો થઈ હતી. ત્યારે પણ ધીંગાણું સર્જાતા લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયો છે. જેમાં ઉપપ્રમુખે રાધનપુર પોલીસમાં ૪ મહિલાઓ અને બે પુરુષો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/