fbpx
ગુજરાત

ધોધમાં નાહ્વા પડેલા ૩ યુવક ડૂબ્યા જેમાં એક યુવક પાણીના પ્રવાહમાં લાપતા

નખત્રાણા તાલુકાના સાંગનારા ગામના યુવાન લાખા ભીખા રબારી, મનીશ કમા રબારી અને રામા ખેંગાર રબારી નામના યુવાન ધોધમાં નાહવા પડ્યા હતા.ધોધ વધુ હોતા ત્રણેય યુવાનો ડુબવા લાગ્યા હતા. જેમાં સ્થાનિક યુવાનોએ મનીશ તેમજ રામા નામના યુવાનને બચાવી લીધો હતો જાે કે સાંગનારાનો ૨૩ વર્ષિય હમીર ઉર્ફે લાખા નામનો યુવાન પાણીના પ્રવાહમાં તણાતાં લાપતા બન્યો હતો. જેથી તાબડતોબ ઘટનાની જાણ થતા નખત્રાણા પોલીસ,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ભુજથી ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી આવી હતી અને યુવાનની શોધખોળ ચાલુ કરાઈ હતી. ત્યારે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ સાથે ભુજથી ચાર તરવૈયાઓ આવ્યા હતા. તેમજ ફાયરબ્રિગેડ આવી હતી. જેઓની શોધખોળ બાદ લાશ મળી હતી. મામલતદાર બી.એન. પરમારે જણાવ્યું કે લાશને પોસ્ટમોટર્મ માટે નલિયા સીએચસી ખાતે લઇ જવામાં આવી છે. સાંગનારા ગામના યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અને સમાજમાં શોક સાથે અરેરાટી છવાઇ જવા પામી હતી. એક બાજુ સહેલાણીઓ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવા આવ્યા હતા અને બીજી બાજુ અરેરાટીભર્યો બનાવ બનતા લોકો એકઠા થઈ ગયા હતા.આ ઘટનાએ તાલુકાભરમા ભારે ચિંતા જગાવી હતી.

છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી નખત્રાણા તાલુકા પર મેઘરાજાની હાજરી રહી અને ૨ દિવસથી મેઘરાજાએ પોરો ખાતા સહેલાણીઓ નખત્રાણા થી ૧૫ કિમિ દૂર આવેલ ફોટ મહાદેવની ફોટ નદીની મોજ માણવા તથા અહીં ખીલી ઉઠેલી પ્રકૃતિનો આનંદ માણવા માટે આવી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જાેવા મળ્યા હતા. જે બાદ સાંજે યુવાનોના ડૂબવાની ઘટના બની હતી.ફરવા આવતા પ્રવાસીઓ ફોટા પડાવવા માટે લાપરવાહ બન્યા હોય તેમ પાણીના પ્રવાહમાં સેલ્ફી લેવા ઘેલા બન્યા હતા. પોલીસ દ્વારા કડીયા ધ્રો અને પાલરધુના ખાતે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આવા સ્થળોએ પણ બંદોબસ્ત રાખવામાં આવે તે અનિવાર્ય છે.દર વખતે ચોમાસામાં વરસાદ બાદ પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરવા તેમજ ફોટ મહાદેવ પાસે આવેલ નદીમાં નહાવા માટે તાલુકાભરમાંથી સહેલાણીઓ આવતા હોય છે.નખત્રાણાથી ૧૫ કિમી દૂર આવેલા ફોટ મહાદેવના ધોધમા ફરવા આવેલા ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા અને ધોધનો પ્રવાહ વધુ હોતા ત્રણેય યુવાનો ડૂબતા જાેવા મળતા ચીચીયારી સાંભળી સ્થાનિક યુવાનોએ ધોધમાં પડીને બે યુવાનોને બચાવી લીધા હતા.જ્યારે એક યુવાન ઊંડા ખાડામાં લાપતા બન્યો હતો.જેની મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી. દરમ્યાન ગુમ યુવાનની લાશ મળતા ભારે ચકચાર પ્રસરી ગઇ હતી.

Follow Me:

Related Posts