fbpx
ગુજરાત

મહેસાણામાં સૌથી લાંબા અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીંધેલા જનસેવાના માર્ગ પર ચાલવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું, તેથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતના શહેરોને રહેવાલાયક અને ચાહવાલાયક બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સરકાર સંસ્કૃતિને વરેલી છે. છેવાડાના માનવીનો વિકાસ તેનો મંત્ર છે ત્યારે મહેસાણા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૧૧૧૭ કરોડના ૬૫૬ કામો થયાં છે જે વિકાસની ગતિ બતાવે છે.

૪૪૫ કરોડના ખર્ચે મહેસાણા થી પાલનપુરનો ફ્લાય ઓવર સાથેનો સિક્સ લાઈન રોડ, ૧૨૦ કરોડના ખર્ચે ઐતિહાસિક મોઢેરાને જાેડતો મહેસાણા થી બહુચરાજીનો ફોરલાઈન રોડને મંજૂરી અપાઇ છે જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. શક્તિપીઠ અંબાજી ખાતે નવીન બાયપાસ રોડની મંજૂરી તેમજ વિસનગરમાં ૩૭ કરોડના ખર્ચે નવી આઈટીઆઈ માટે મંજૂરી આપી છે. મહેસાણામાં નવી સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરાશે. ટેન્ડર મંજૂર થઈ ગયું છે. આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ, જિ.પં. પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ધારાસભ્યો અજમલજી ઠાકોર અને કરશન સોલંકી, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર પી.આર.પટેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત હાજર રહ્યા હતા. મોટા શહેરોને અનુરૂપ મહેસાણા શહેરમાં બનેલ સરદાર પટેલ અંડરમાં શહેરી ટ્રાફિકને તથા બસ સ્ટેશનને અનુકૂળ રહે તેમ એસટીડેપો, મોઢેરા સર્કલ તેમજ માલ ગોડાઉન ખાતે ત્રણ બોક્સ બનાવાયાં છે.

એ સિવાય અંડરપાસમાં ૧૨ લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતાના ૪ અંડર ગ્રાઉન્ડ સમ્પ બનાવાયા છે. વરસાદી પાણીને ખારી નદી સુધી પહોંચાડવા માટે ૮ પંપ પણ લગાવાયાં છે. જ્યારે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અંડરપાસના નવા સર્વિસ રોડની બંને બાજુએ ૯૦૦ મીટર વ્યાસની ૨ વરસાદી પાણીની પાઇપ લાઇન નાખવામાં આવી છે.પાલનપુર- અમદાવાદ હાઈવે પર મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રાજ્યના સૌથી મોટા રૂ. ૧૪૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન અંડરપાસ શરૂ કરાતાં ઘણા વર્ષોથી હાઇવે પર સર્જાતી માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે.

પોણા બે વર્ષની સતત કામગીરી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અંડરપાસનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મુકતાં વાહનચાલકોએ અહીંથી પસાર થતાં ખુશી વ્યક્ત કરી હતી. મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણા શહેરને ગુજરાતના સૌથી મોટા અંડરપાસની ભેટ મળી છે, જે આ શહેરનું ઘરેણું છે તેમ જણાવી દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી હકારાત્મક દિશામાં કામ કરી રહી છે તેમ ઉમેર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/