fbpx
ગુજરાત

કલોલના યુવકને નોકરી આપવાનું કહી ૨૮,૬૦૦ રૂપિયાની ઠગાઈ કરાઈ

કલોલમાં રહેતા યુવક સાથે ૨૮,૬૦૦ રૂપિયાની ઓનલાઈન છેતરપીંડી થઈ છે. યુવકને જીયોમાં નોકરી આપવાનું કહીને ઠગાઈ કરાઈ હતી. જે અંગે પોલીસે યુવકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કલોલમાં આવેલ કેશવ કૃપા સોસાયટીમાં રહેતા ભાવિકભાઈ અશોકભાઈ પ્રજાપતિએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર જીયો કંપનીની લીંક આવતા ખોલી હતી. જેમાં નોકરીની ઓફર આવતા તેઓએ તેમાં વોટસઅપ મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ સામેના શખ્સે તેને વિશ્વાસમાં લઈને જીયો કંપનીમાં નોકરી માટેની ઓફર કરી હતી. જેમાં રજિસ્ટ્રેશન અને જુદી જુદી પ્રક્રિયાઓ માટે આ યુવક પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા.

આ યુવકે પોતાના મોબાઈલથી ફોન પે દ્વારા સામેની વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ભાવિકને શંકા જતા તેણે વધુ રૂપિયા ટ્રાન્સફર નહીં કરતા પોતે ભરેલા પૈસા પાછા માંગ્યા હતા. ત્યારે સામેના વ્યક્તિએ ‘તને પૈસાની નહિં મળે તારાથી થાય તેમ કરી લે’ કહીં ધમકી આપી હતી. ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. યુવાનો આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાને કારણે ક્યારેક ફ્રોડનો ભોગ પણ બનતા હોય છે. ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ આ રીતે નોકરી કે કોઇ મોટી રકમની લોટરી લાગી હોવાની લાલચ આપી તેઓ પાસેથી બેન્ક એકાઉન્ટ નંબર કે ઓટીપી લઇ તેઓ પાસેથી મોટી રકમ પડાવતા હોય છે.

ત્યારે કલોલના યુવક સાથે પણ આ રીતે જ છેતરપિંડી કરવામાં આવી હતી. મોટી કંપનીમાં નોકરી કરવાની લાલચ આપી કે બીટકોઇનમાં રોકાણ કરી લાખો કમાવો એમ પ્રકારની ખોટી જાહેરાતો આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય બની છે. જે તમામ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. જાેકે, કેટલાક કિસ્સામાં નાણાં પડાવ્યા બાદ ટોળકી પોતાની તમામ ઓળખ ડિલિટ કરતી હોવાથી પોલીસ પણ તેઓ સુધી પહોંચી શકતી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/