fbpx
ગુજરાત

અમદાવાદમાં માણેક ચોકમાં સાંકળી શેરીમાં બે માળનું મકાન ધરાસાઈ થતા, 3 દટાયા, એકનું મોત

અમદાવાદમાં માણેક ચોકમાં સાંકળી શેરીમાં બે માળનું મકાન એ ધરાસાઈ થઈ ગયું હતું. આ મકાન ધરાસાઈ થતા 3 લોકો દટાઈ ગયા હતા. જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં કોટ વિસ્તારની અંદર જૂના મકાનો આવેલા છે તેમાં પણ ખાસ કરીને પોળોમાં 100 વર્ષથી વધુ જૂના મકાનો આવેલા છે ત્યારે આ મકાનોમાંથી કેટલાક મકાનો જર્જરીત પણ છે ત્યારે આજે એક મકાન ધરાસાઈ થઈ ગયું હતું. 

ફાયર વિભાગને મકાન ધરાસાઈ થતા જાણ કરવામાં આવી હતી અને તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ ઉપરાંત 108ની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. મકાનના કાટમાળમાં ત્રણ લોકો ફસાયા હતા જેમને બહાર કાઢવાનું કામ કરવામાં આવ્યું હતું. કાટમાળામાં ફાયરની ટીમે રેસ્ક્યુ કરી 3 લોકોને બહાર કઢયા છે અને તેમાંથી એકની હાલત નાજુક છે. ત્રણેય કે જેઓ મકાનની નીચે દટાયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. આ જૂનું અને જર્જરીત મકાન હતું તો શું નોટીસ આપવામાં આવી હતી કે કેમ તેને લઈને પણ સવાલો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ 100 વર્ષ જૂનું મકાન હતું. મકાન રીપેર કરવા માટે એએમસીને જાણ કરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ખાડીયા વિસ્તારમાં 100 વર્ષ જૂના ઘણા મકાનો છે. જેમાં ઘણા મકાનો હેરીટેજની ઓળખ પણ છે ત્યાકે કેટલાક મકાનો જર્જરીત પણ થઈ રહ્યા છે. રાયુપુર ખાડીયામાં સાંકડી શેરીની બાજુમાં આવેલ પોળના મકાનની આ ઘટનાને પગલે આજુ બાજુમાં રહેતા લોકોમાં પણ ચિંતાનું મોજૂં ફરી વળ્યું છે. કેમ કે, આ પોળમાં ઘણા જૂના મકાનો છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/