fbpx
ગુજરાત

કેજરીવાલે રાઘવને કેમ ગુજરાત મોકલવા પડી રહ્યા છે, શું છે ગેમપ્લાન?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ રાજકારણનો પારો ઉપર જઇ રહ્યો છે. સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે એક દશક જૂની પાર્ટી AAP હોય, બંને પાર્ટીના નેતાઓની મુલાકાતો વધી ગઇ છે.ભાજપને વિશ્વાસ છે કે ગુજરાતમાં ગરબાની ધૂમ વચ્ચે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્યમાં આવશે તો વિપક્ષનો ખેલ ખતમ થઇ જશે, પરંતુ પંજાબની જીતથી ઉત્સાહિત થયેલી આમ આદમી પાર્ટી પણ પલટવાર કરવા માટે તૈયારી કરી રહી છે.પાર્ટીએ આ રણનીતીના ભાગરૂપે પોતાના 33 વર્ષના યુવાન રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાત મોકલ્યા છે. પાર્ટીનો પ્રયાસ છે કે રાઘવ એ બધુ કે જેને કારણે AAP લગાતર ચર્ચામાં રહી શકે.

અત્યારે ગુજરાતમાં જયારે અરવિંદ કેજરીવાલ આવે છે ત્યારે ચર્ચા વધુ રહે છે, પરંતુ એ પછી ચર્ચા ડાઉન થઇ જાય છે. ભાજપના મજબુત ગઢમાં કાંકરો ખેરવવા માટે AAP સતત ચર્ચામાં રહેવા માંગે છે. એટલે જ રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. પહેલા ધારાસભ્ય અને પછી રાઘવ ચઢ્ઢા, જેમણે ખૂબ જ નાની ઉંમરે ઉચ્ચ ગૃહમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો, તેમની સરખામણી અરુણ જેટલી સાથે કરી શકાય છે. રાઘવ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેમની પર કેજરીવાલને પુરો વિશ્વાસ પણ છે.

ગુજરાતના પ્રભારી ડો. સંદીપ પાઠક રાઘવ જેટલા સારા વક્તા નથી. રાઘવ ચઢ્ઢા માત્ર દેખાવમાં સુંદર છે, એટલું જ નહી, પરંતુ તેમની પંજાબી, હિંદી અને અંગ્રેજી ભાષા પર સારી પકડ પણ છે.  એવી ધારણા છે કે આગામી દિવસોમાં ગુજરાત ભાજપ નેતાઓ પર શાબ્દિક હુમલાઓ જોવા મળશે. આગામી દિવસોમાં બધી પાર્ટીઓના પ્રવક્તા નવા તેવરમાં દેખાશે. પંજાબની ચૂંટણીની વાત કરીએ તો રાઘવ ચઢ્ઢાએ રાઘવે તત્કાલીન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને અમરિંદર સિંહ પર પ્રહારો કર્યા હતા, જેનો સીધો લાભ AAPને મળ્યો હતો.

રાઘવ યુવાન અને ટેક સેવી છે, અપડેટ રહે છે. તેઓ જે કંઈ પણ કહે છે, તેઓ તેને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે ન્યાયી ઠેરવે છે. તેમની પાસે એટેકિંગ સ્પિરિટ પણ છે. ભાજપના સૌથી સ્પષ્ટ વક્તા અને જાણીતા પ્રવક્તા સંબિત પાત્રાની જેમ તેઓ પણ દલીલો શોધી લે છે.બચાવ કરવામાં સક્ષમ છે. આ બધા સિવાય તે વીડિયો ડિબેટને સારી રીતે હેન્ડલ કરવામાં માહિર છે. કયા હુમલાને કેટલું કવરેજ મળશે? કોની પર પ્રહાર કરીને મળશે? રાઘવ રાજકારણમાં જરૂરી આ પ્રશ્નોને સારી રીતે સમજી ગયા છે.

જોવાનું એ રહેશે કે તેઓ ભાજપના ચક્રવ્યુહમાં કેટલું ઘૂસી શકે છે, તે તો આવનારા દિવસોમાં ખબર પડશે, પરંતુ ભાજપના તમામ નેતાઓ ટૂંક સમયમાં રાઘવના રડારમાં આવશે? રાઘવે પાર્ટીના પૂર્વ કોષાધ્યક્ષ કૃષ્ણકાંત સેવાદા સાથે AAPમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. CA પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને સેવાદાની ટીમમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ રાઘવ ચઢ્ઢા ત્યાંથી બહાર આવીને પાર્ટી માટે એક મજબૂત હથિયાર બની ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/