fbpx
ગુજરાત

રૂ. ૨.૯૧ કરોડનો વીમો પકવવા કરંટ આપી કરી હત્યા, ૫ને આજીવન કેદ

૨.૯૧ કરોડનો વીમો પકવવા આધેડને કરંટ આપી હત્યા કરવાના કેસમાં કપડવંજ કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટાકારી છે. કપડવંજના માલના મુવાડા ગામે રહેતા ભરતભાઇ ઝાલાને કરંટ લાગવાના કારણે મોત થયું હોવાની એડી ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ અમરાભાઇ ઝાલાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોધાવેલ અકસ્માત મોતની ફરિયાદ ખોટી આપી હોવાનું બહાર આવ્યુ. જેથી કપડવંજ ગ્રામ્ય પોલીસે ૭ વર્ષ અને ૧૦ મહિના અગાઉ ભારતીબેન ઝાલા, પ્રતાપ ઝાલા, દશરથ ઝાલા, અમરા ઝાલા, તેજસ વાળંદ વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. તપાસ કરતા આર્થિક ફાયદા માટે તેજસે અને અન્ય ચાર વ્યક્તિઓએ ભેગા મળી ભરત ઝાલાના નામના આધેડ વ્યક્તિના નામે ધરતી ટ્રેડિંગ કંપની નામની ખોટી સંસ્થા બનાવી તેના ખોટા દસ્તાવેજાે તૈયાર કર્યા હતા.

જેના આધારે ભરત ઝાલાનુ આવકનું ઇન્કમટેક્ષ રીટર્ન ભરી વિમા કંપનીઓમાં ખોટી માહિતી અને ખોટા પુરાવા ઊભા કરીને રૂ ૨.૯૧ કરોડની ટુંકા ગાળાની પર્સનલ એકસીડન્ટ પોલીસી લીધી હતી. આ વિમા પોલીસી લેવા માટે ૨૭ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ પ્રતાપભાઇના ઘરે ભેગા મળી બિમાર ભરત ઝાલા નામના આધેડને તેજસ વાળંદે ડાબા હાથે કરંટ આપી મોત નિપજાવ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ જ્યારે અન્ય ઇસમોએ મદદ કરી હતી. આ કેસ રોજ કપડવંજ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એમ. આર. પટેલે ૭૧ મૌખિક પુરાવા અને ૧૦૩ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી દલીલો કરતા કોર્ટે માન્ય રાખી પાંચ ઇસમોને દોષિત ઠેરવી સજા સંભળાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/