fbpx
ગુજરાત

કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા એક ઘટનાસ્થળે, એકનું સારવાર દરમિયાન મોત

ભરૂચના બાઈક સવારને સુરવાડી બ્રિજ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર બંને ઈસમો બ્રિજ પરથી ૨૫ ફૂટ નીચે પટકાયા હતા. જેમાં એક ઈસમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં ૧૦૮ની મદદથી પ્રથમ જયાબેન મોદી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ મોત નીપજ્યું છે. ઘટના બાદ શહેર પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી ફરાર કાર ચાલકને ઝડપી પડવાની કાવાયત હાથ ધરી છે. ભરૂચ ખાતે ટેલિફોન એક્સચેંજ પાસે રહેતા દિપક ઠાકોર ભાઈ વસાવા તેમના મિત્ર નિલેશ રાજન રાણા સાથે અંકલેશ્વર કામ અર્થે આવ્યા હતા. તેવો કામ પૂર્ણ કરી પરત ભરૂચ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ગડખોલ પાટિયા ટી બ્રિજ ચઢી રહ્યા હતા.

તે સમયે સુરત પાર્સિંગનો કાર ચાલકે તેમની બાઈકને પાછળથી જાેરદાર ટક્કર મારતા દિપકભાઈ અને નિલેશભાઈ બંને બ્રિજ પરથી ૨૫ ફૂટ નીચે રોડ પર પટકાયા હતા. જેમાં દીપક વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે નિલેશ રાણાને ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જ્યાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાંથી વધુ સારવાર અર્થે નિલેશભાઈએ રાણાને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ મોત નીપજ્યું હતું. આમ કાળમુખી કારે બે જણાનો ભોગ લીધો છે. અકસ્માતના પગલે ઘટનાના સ્થળે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટના અંગેની શહેર પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પી.એમ અર્થે અંકલેશ્વર સરકારી દવાખાના ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જાેકે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ નોંધીને કાર ચાલકને ઝડપી પાડવાની કાવાયત હાથ ધરી છે. ઘટનાના ૨૪ કલાક પહેલા જ બ્રિજ પર આજ એપ્રોચ રોડ પર ઉતરતી વેળા બે બાઈક વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં ૪ વ્યક્તિને ગંભીર ઇજા જ્યારે ૨ બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે ટી બ્રિજ પર વધતા જતા અકસ્માતના બનાવો વચ્ચે તંત્ર દ્વારા સાઈડ રેલીગ તેમજ ગતિ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભારે એ જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/