fbpx
ગુજરાત

પાટણના રોડામાં યોજાયેલા મેગા મેડિકલ કેમ્પમાં ૩૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

હારીજ તાલુકાના સોઢવ ગામના નિતિન ઈશ્વરલાલ દેસાઈ મૂળ વ્યવસાય ખેતી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જાેડાયેલા છે. માત્ર અડત્રીસ વર્ષની વય ધરાવતા નવયુવાન નીતિન દેસાઈ કમાયેલા પૈસા પોતાના મોજશોખ માટે નહીં પરંતુ આમ જનતાની સેવા માટે વાપરી સાચા સેવક તરીકે પોતાના પરિવાર અને વતન નામ ઉંચુ કરી રહ્યા છે. છેલ્લા આઠ માસથી નીતિન દેસાઈ તેમના વતન સોઢા સહિત શંખેશ્વર, સમી, ચાણસ્માએ સેવા-લોકસેવાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તાજેતરમાં ધિણોજ ગામે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને તેમાં પાંત્રીસોથી વધુ લોકોએ મેડીકલ સેવા કેમ્પનો લાભ લીધો હતો. ત્યાર બાદ ચાણસ્મા, સમી, શંખેશ્વર અને હારીજ શહેરમાં કોરોના કાળ દરમ્યાન સેવા બજાવનારા અંદાજે ૨૫૦થી વધારે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયાં હતાં. તે સિવાય સમી, સંખેશ્વર, ચાણસમા અને હારિજના આંગણવાડીના બાળકો કુપોષિત ન રહે તે માટે અંદાજે ૧૫૦ પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું હતું અને ત્રણ તાલુકાની આંગણવાડીઓમાં બાળકોને શૈક્ષણિક કીટ પણ અપાઈ હતી.

આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાના વતનનું અને પોતાના પરિવારનું નામ ઉંચુ કરી રહ્યાં છે. નિતિન ઈશ્વરલાલ દેસાઈ દ્વારા શનિવારે રોડા ખાતે પણ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૪ હજાર ૫૦૦ લોકોએ મેડીકલ સેવા કેમ્પનો લાભ લીધો હતો. નિતિન દેસાઈએ જણાવ્યું હતું કે, વસુધેવ કુટુંબકમએ ભાવનાને અનુરૂપ દરેકના સુખ-દુઃખમાં સહકાર આપવો, સાથ આપો તેવા હેતુસર પરિવાર ભાવનાને ઉજાગર કરવા માટે હું ભગવાનના પ્રતાપે જે કંઈ આર્થિક ઉપાર્જનમાંથી જે મળે છે. તેમાંથી સેવા કરીને મારા જીવનને ધન્ય, કૃતાર્થ બનાવતી રહે છે તેમ જણાવ્યું હતું. આમ યુવાનવયે કમાયેલા પૈસા મોજશોખમાં ન વાપરતા લોકોની સેવા કરી અને સાચા સેવક તરીકેનું કામ કરી પોતાની જન્મભૂમિનું ઋણ અદા કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/