fbpx
ગુજરાત

ખંભાતના ૧૩.૭૫ લાખના ચોખા અન્ય જગ્યાએ વેચ્યાના પ્રકરણમાં પોલીસે કન્ટેનરને ઝડપી પાડ્યું

ખંભાતના કંસારી મિલમાંથી ૧૩.૭૫ લાખના ચોખા લઈ જઈ કન્ટેનર ચાલકે બારોબાર વેચી દેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી મુંબઈ ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં મુંબઇ ખાતેથી કન્ટેનર તેમજ ૫૦૦ કટા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કન્ટેનર સહિત ચોખાનો જથ્થો જપ્ત કરી ખંભાત ખાતે લાવામાં આવ્યો છે અને ફરાર કન્ટેનર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ખંભાતના કંસારી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભોલેનાથ રાઈસમીલના કંસારી જીઆઇડીસી ખાતે આવેલી છે. જ્યાંથી રાજ્ય બહાર તેમજ મુંબઈમાં જુદા જુદા વેપારીઓને રાઈસ વેચાણ કરવામાં આવે છે. ગત તારીખ ૧૮/૧૦/૨૨ના રોજ રણજીત રોડલાઇન્સનું કન્ટેનર રૂપિયા ૧૩,૭૫,૦૦૦ના ચોખા લઈ કન્ટેનર ચાલક સુનિલ કુમાર છોટાલાલ યાદવ ખંભાત ખાતેથી ભરી મુંબઈ અલગ અલગ વેપારીઓને આપવા માટે નીકળ્યો હતો.

ચાલક સુનિલકુમાર છોટાલાલ યાદવે ઓર્ડર પ્રમાણેનો માલ મુંબઈ ખાતેના પહોંચાડી માલની બીજી જગ્યાએ વેચી દેતા અને વેપારીઓને માલના પહોંચાડતા ખંભાત કંસારી રાઈસ મીલના માલિક દ્વારા ખંભાત શહેર પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મુંબઈ ખાતે તપાસ હાથ ધરી જેમાં મુંબઇ ખાતેથી કન્ટેનર તેમજ ૫૦૦ કટા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કન્ટેનર સહિત ચોખાનો જથ્થો જપ્ત કરી ખંભાત ખાતે લાવામાં આવ્યો હતો. રણજીત રોડ લાઇન્સના કન્ટેનર ચાલક દ્વારા ખંભાતના કંસારી મિલ ખાતેથી ૧૩ લાખ ૭૫ હજારના ચોખા લઈ મુંબઈ જવા રવાના થયો હતો. જે બાદ તેણે બારોબાર ચોખો અન્ય જગ્યાએ વેચી દીધા હતા. પોલીસ દ્વારા ૫૦૦ કટા ચોખા અને કન્ટેનર મળી આવ્યું છે. પરંતુ આરોપીનો કોઈ અતોપતો મળ્યો નથી અને હાલ પણ આરોપી ફરાર છે. પોલીસ દ્વારા રાજ્ય બહાર ટીમ મોકલી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/