fbpx
ગુજરાત

અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ પર એસ. ટી. બસમાંથી ગાંજા સાથે એકની ધરપકડ

અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સધન સુરક્ષા ચુસ્ત કરવા સાથે કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન એસટી બસમાંથી ૧.૩૮ લાખ રૂપિયાની કિંમતનો ગાંજા સાથે એક ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે. આવન જાવન કરતાં વાહનોનું ઘનિષ્ઠ વાહન ચેકિંગ થઈ રહ્યું છે.

ત્યારે અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા અંબાજી તરફ પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત એસટી નિગમની એસ.ટી બસમાં તપાસ કરતા મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ બેગની તપાસ કરતા તેમાંથી ૧૩ કિલો ૮૦૯ ગ્રામ જેટલો અંદાજે રૂપિયા ૧.૩૮ લાખનો ગાંજાે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે ગાંજાે લઈ બસમાં આવી રહેલ ઇમરાન ખાન પઠાણ રહે. વટવા અમદાવાદ વાળાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/