fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબી ઝૂલતો પૂલ દુર્ધટનાના મૃતકોને સંતો-મહંતોએ શ્રદ્ધાંજલિ આપી

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હોઈ જે દુર્ઘટનાને પગલે વિવિધ સંસ્થાઓ દ્વારા મોરબી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં મોરારી બાપુ સહિતના સંતો મહંતોની હાજરીમાં કબીરધામ ખાતે શોકાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી કબીર આશ્રમ ખાતે ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ અર્થે શોકાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જે શોકાંજલિ કાર્યક્રમમાં મોરારી બાપુ, પીઠાધીશ્વર ૧૦૦૮ મહામંડલેશ્વર કણીરામબાપુ દૂધરેજ વડવાળા ધામ, મહામંડલેશ્વર ૧૦૦૮ લલિતકિશોર બાપુ મોટા મંદિર લિંબડી, સત્તાધાર ધામ મહંત વિજયદાસજી બાપુ, જલારામ મંદિર વીરપુર રઘુરામબાપા લાલજી મહારાજ જગ્યા સાયલા મહામંડલેશ્વર દુર્ગાદાસજી મહારાજ, સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના મહામંડલેશ્વરો, મહંતો, તમામ સંતો, વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શોકાંજલિમાં આવેલા પૂજ્ય મોરારી બાપુએ જણાવ્યું હતું કે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા, ઘાયલ છે તે જલ્દી સ્વસ્થ થાય અને પરિવારને સાંત્વના પાઠવવા સંતો મહંતો આવ્યા છે. રામાયણમાં લખ્યું છે કે સાધુનું હૃદય માખણ સમાન હોય છે. આવી ઘટના બને ત્યારે સાધુનું હૃદય પીગળી જતું હોય છે. બધા ભીના હૃદયે અહીં આવ્યા છે બીજી કોઈ વાત નથી. મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. સાથે જ ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરીને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/