fbpx
ગુજરાત

બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ભાજપના ૭૨ વર્ષીય માનસિંહ ચૌહાણ લડશે ચૂંટણી

ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ૩ જ દિવસની વાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દિલ્હી કમલમ્‌ ખાતે રાત સુધી મનોમંથન કર્યા પછી ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં બાલાસિનોર બેઠક પરથી ૭૨ વર્ષીય જુના જાેગી અને આગાઉની સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા માનસિંહ ચૌહણની પંસદગી કરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ત્રણ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બાલાસિનોર ૧૨૧ વિધાનસભા બેઠક પરથી ૭૨ વર્ષીય જુના જાેગી અને આગાઉની સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા માનસિંહ ચૌહણની પંસદગી કરી છે.

ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોર બેઠક પરથી ભાજપે માનસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણની સામે તેમની હાર થઈ હતી. ત્યારે ફરથી ૨૦૨૨ ચૂંટણીમાં ભાજપે માનસિંહ ચૌહાણ કરી છે. માનસિંહ ચૌહણ રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બાલાસિનોર વિધાનસભા બેઠક માટે અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ અનેક અટકળો વચ્ચે ભાજપે જુના જાેગી એવા માનસિંહ ચૌહાણની પુનઃ પસંદગી કરી છે. જેથી તેમના સમર્થકો કાર્યકરો અને પરિવાર જનોમાં ખુશી જાેવા મળી રહી છે અને અને તેઓનું નામ જાહેર થતા તેમના માળના મુવાડા ગામે તેમના નિવાસ સ્થાને લોકો અને સમર્થકો તેમને શુભેચ્છા પાઠવવા પોહચી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/