fbpx
ગુજરાત

શામળાજીના બેચરપુરામાં ઠગ દ્વારા નિવૃત કર્મીને બિલ બાકી કહીને ઠગાઇ કરી

શામળાજીના બેચરપુરામાં રહેતા ૬૦ વર્ષીય નિવૃત્ત કર્મીને ઠગ દ્વારા મોબાઈલ ઉપર તમારું લાઇટ બિલ બાકી છે તેવો મેસેજ મોકલી નિવૃત્ત વ્યક્તિના શામળાજી બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી એક જ દિવસમાં જુદા જુદા ચાર તબક્કામાં કુલ રૂ.૩,૬૨,૯૯૪ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી ગઠિયાએ ઉપાડી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે શામળાજીના નિવૃત્ત કર્મીએ સાયબર ક્રાઇમમાં ૧૯૩૦ ઉપર પણ જાણ કરી હતી. શામળાજી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બેચરપુરા કોલોનીમાં રહેતા સુભાષચંદ્ર (૬૦) તા. ૨૯ નવેમ્બરે ઘરે હતા. દરમિયાન તેમના મોબાઈલ ઉપર સામેથી મોબાઈલ નંબર ૯૮૬૪૧૦૧૯૦૪ ઉપરથી અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો કે તમારું ઈલેક્ટ્રિક બિલ બાકી છે નિવૃત્ત વ્યક્તિએ સામેથી જણાવ્યું હતું કે મારું ઈલેક્ટ્રીક બિલ ભરાઈ ગયેલ છે સામેથી વ્યક્તિએ કહેલ કે તમને હું ઈલેક્ટ્રીક બિલનું બાર મહિનાનું સ્ટેટમેન્ટ મોકલું છું.

તેમ કહીને તેણે મોબાઈલ ઉપર એક લીંક મોકલી હતી. આધેડે આ લીંક ને ક્લિક કરતા કંઈ આવ્યું નહીં એટલે તેમણે મોબાઇલ મૂકી દીધો હતો દરમિયાન બપોરના સમયે તેમના ઘરે મહેમાન આવતા તેઓ કામમાં પરોવાઈ ગયા હતા. બાદમાં અચાનક મોબાઇલ ઉપર તેમના શામળાજી બેંક ઓફ બરોડા ના એકાઉન્ટ ખાતામાંથી પ્રથમ તબક્કામાં રૂપિયા ૯૯૯૯૯ ડેબિટ થયા હોવાનું અને બીજા મેસેજમાં રૂપિયા ૯૯૯૯૮ અને ત્રીજા મેસેજમાં રૂપિયા ૯૯૯૯૭ અને છેલ્લે ૬૩,૦૦૦ ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા વૃદ્ધ શામળાજી બેંક ઓફ બરોડા માં તપાસ કરતાં તેમના એકાઉન્ટમાંથી જુદા જુદા ચાર તબક્કામાં એક જ દિવસમાં અજાણ્યા ગઠિયા દ્વારા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ. ૩,૬૨,૯૯૪ તેમના એકાઉન્ટમાંથી ઉપાડી છેતરપિંડી આચરવામાં આવતા તેમણે ૧૯ ૩૦ ઉપર સાયબર ક્રાઈમને પણ જાણકારી હતી. આ અંગે સુભાષચંદ્ર હરિભાઈ પટેલ રહે. બેચરપુરા કોલોની શામળાજીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/