fbpx
ગુજરાત

ભાજપના ઉમેદવારના સમર્થનમાં આવ્યા ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની સયાજીગંજ બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ એવા બાળુ શુક્લને ઉમેદવાર બનાવાયા છે. ત્યારે તેમના સમર્થનમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ આવ્યા છે. માનવેન્દ્રસિંહે બાળુ શુક્લએ ટ્રાન્સજેન્ડર માટે કરેલી કામગીરીને બિરદાવી હતી. તો બીજી તરફ બાળુ શુક્લએ ચૂંટાઇને આવું એટલે પ્રથમ કામ ટ્રાન્સજેન્ડર માટે જમીન લઇ તેમાં બાંધકામ કરીશું તેવો વાયદો કર્યો છે. વડોદરા આવેલા માનવેન્દ્રસિંહે જણાવ્યં હતું કે બાળુભાઇ એવા વ્યક્તિ છે કે તેઓ જે કહે છે તે કરીને બતાવે છે. તેમની મહેનતને કારણે આજે અમારી ન્ય્મ્‌ઊ કમ્યુનિટીને હક મળ્યા છે. કિન્નર સમાજના આશિર્વાદ તેમની સાથે છે. બાળુભાઇ શુક્લ વડોદરામાં ભાજપના સાંસદ હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.

ત્યારે બાળુભાઇએ કેન્દ્રમાં સામાજીક ન્યાયમંત્રી કુવારી સૈજલા સાથે મુલાકાત કરાવી હતી. તે ઐતિહાસિક મિટિંગ હતી. જેમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી માટે મહત્વની વાત થઇ હતી. જ્યાર બાદ સુપ્રીમમાંથી જજમેન્ટ આવ્યું હતું. આજે ટ્રાન્સજેન્ડરને થર્ડ જેન્ડર તરીકે સ્થાન મળ્યું છે. વડોદરા દેશની એવું પ્રથમ શહેર છે જ્યાં ટ્રાન્સજેન્ડર માટે સેલ્ટર સેન્ટર (ગરીમા ગૃહ) બન્યું છે. બાળુ શુક્લએ કહ્યું હતું કે, હું સાંસદ હતો ત્યારે માનવેન્દ્રસિંહે આ કમ્યુનિટીની સ્થિતિ અંગે જે માહિતી આપી તે સાંભળી હું અંદરથી હચમચી ગયો હતો.

ત્યાર બાદ તત્કાલીન સરકાર સાથે બેઠકો થઇ ન્ય્મ્‌ઊ કમ્યુનિટી માટે પાસપોર્ટ, રેશનકાર્ડ, આધારકાર્ડમાં તેને સ્થાન મળ્યું. તેમને હવે સારી જગ્યાએ નોકરીઓ પણ મળતી થઇ છે. તેમણે કહ્યું કે ટ્રાન્સજેન્ડર સમાજનું અભિન્ન અંગે છે. તેમના માટે હજુ પણ ઘણું કરવાનું બાકી છે. આ અંગે હું માનવેન્દ્રસિંહ સાથે વિસ્તૃત બેઠક કરીશ. હું ચૂંટાઇ આવીશ એટલે ધારાસભ્ય તરીકે સૌથી પહેલું કામ પ્રથમ વર્ષમાં જ એક જગ્યા સંપાદિત કરીશું અને ટ્રાન્સજેન્ડર્સ માટે એક બાંધકામ કરીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/