fbpx
ગુજરાત

વડોદરામાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાના નામે શિક્ષક સાથે ૧.૯૯ લાખની ઠગાઈ

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા શિક્ષકને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવાના નામે ૧ લાખ ૯૯ હજારની ઠગાઇ કરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વડોદરાના છાણીમાં આવેલી અવનિશ રેસીડેન્સીમાં રહેતા હેતલ મહેન્દ્રકુમાર મોદી બાજવા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી કરે છે. ગત એપ્રિલ ૨૦૨૨માં તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ રાજેન્દ્ર પ્રસાદ તરીકે આપી હતી.

તેમજ સ્ટેટ બેંકમાંથી બોલુ છું તેમ કહી તમારા મોબાઇલમાં યોનો એપ બંધ છે તે રન કરાવવી હોય તો તે મોકલે તે એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. જેથી હેતલ મોદીએ પોતાના મોબાઇલમાં ક્વિક સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ યોનો એપની લિમિટ વધારવા ક્વિક સપોર્ટનો આઇડી માગ્યો હતો. આ આઇડી આપ્યા બાદ શિક્ષકના ખાતમાંથી ૫૦ હજારના બે તેમજ અન્ય રકમ મળી કુલ ૧ લાખ ૯૯ હજાર ૪૦૦ રૂપિયા ડેબિટ થઇ ગયા હતા. જેથી શિક્ષકને છેતરાઇ ગયાની જાણ થતાં આખરે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/