fbpx
ગુજરાત

વડનગર હાટકેશ્વર મંદિરના શિખરને સોનાથી મઢવા ૨૫૦ ગ્રામ સોનાનું દાન થયું

૨૦૦૦ વર્ષ પ્રાચીન વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ૫ઠ૫ ફૂટ ઊંચા અને ૧૦ઠ૫ ફૂટ ગોળ શિખર માટે દોઢ કિલો સોનુ વપરાવાનો અંદાજ છે. જેમાં અત્યાર સુધીમાં ૨૫૦ ગ્રામ સોનાનું દાન મળ્યું છે. કેટલાક ભક્તો ગુપ્તદાન પણ કરી રહ્યા છે. સરકાર દ્વારા વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરનું કરોડોના ખર્ચે રિનોવેશન કરાઈ રહ્યું છે. મંદિરની જૂની કોતરણીને નુકસાન ન થાય અને તેની ભવ્યતા જળવાઈ રહે તે રીતે રિનોવેશન કામ હાલ ચાલી રહ્યું છે. મંદિરની શોભામાં અભિવૃદ્ધિ માટે ૫ઠ૫ ફૂટ ઊંચાઈ અને ૧૦ઠ૫ ફૂટ ગોળાઈ ધરાવતા શિખરને સુવર્ણમય બનાવવા આશરે દોઢ કિલો સોનાની જરૂરિયાત છે.

ત્યારે ભક્તો દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦ ગ્રામ સોનાનું દાન મળ્યું છે. હજુ સોનાની જરૂરિયાત હોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દાન આપવા અપીલ કરાઇ છે. આગામી સમયમાં મંદિરનુ શિખર સુવર્ણમય બનશે ત્યારે તેની શોભામાં વધારો થશે. મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે ભક્તો દ્વારા સોનાના દાગીના અને રોકડ પણ દાનમાં આપી રહ્યા છે. કેટલાક ભક્તો ગુપ્તદાન પણ કરે છે. જાેકે, વડનગરમાં કાર્યક્રમ અને જન્મદિવસ ઉજવવા આવતા રાજકીય નેતાઓ ફૂટી કોડી પણ આપતા નથી. તેઓ પણ સોનાના દાનમાં સહભાગી થાય તેવી ભક્તોમાં લાગણી પ્રવર્તી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/