fbpx
ગુજરાત

ગાંધીનગરના સેક્ટર-૨૬ GIDCમાં દંપતીએ પ્લોટ ભાડે રાખી ૧૧.૩૩ લાખની આચરી છેતરપિંડી

ગાંધીનગરનાં સેકટર-૨૬ જીઆઈડીસીમાં રાઇઝ એન્ડ ગ્લો ફુડ એન્ડ બેવરેજીસ પ્રા.લી કંપનીના નામે પ્લોટ ભાડે રાખીને દંપતીએ ભાડું – લાઈટ બિલ નહીં ભરી કુલ રૂ. ૧૧ લાખ ૩૩ હજાર ૮૬૦ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. તેમજ પ્લોટ ઉપર કબ્જાે કરી લેવાતાં કલેક્ટરના હુકમથી સેક્ટર – ૨૧ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કુડાસણ પૂર્ણમ રેસિડેન્શિમાં રહેતા મહેશભાઈ વીરમગામા સેકટર-૫ જીઆઇડીસીમાં નીરૂપતિ એન્જીનીયરીંગ નામથી ટુલ્સનો વેપાર કરે છે.

જેમણે સેક્ટર – ૨૬ જીઆઈડીસીમાં ૫૦૦ ચો.મીનો પ્લોટ વર્ષ – ૨૦૧૨ માં ખરીદ્યો હતો. આ પ્લોટ ગત તા.૩૦/૬/૨૦૨૧ ના રોજ લીવ એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટથી અગીયાર માસ સુધી રાઇઝ એન્ડ ગ્લો ફુડ એન્ડ બેવરેજીસ પ્રા.લી કંપનીના ડીરેકટર રાજ નીતીનકુમાર દવે તથા પુજા રાજ દવે (બન્ને રહે, ૨૧૧/૧૧,ભુમીપાર્ક એપાર્ટમેન્ટ, ચ-૬ કોર્નર, સેકટર – ૯) ને માસિક ૫૫ હજારના ભાડે આપ્યો હતો. જે મુજબ લાઈટ બિલ અને ટેક્સ ભરવાનું પણ નક્કી કરી રૂ. ૧.૧૦ લાખ ડિપોઝીટ પેટે લઈ પ્લોટ ભાડે આપવામાં આવ્યો હતો. જેનાં ભાડા પેટે છ મહિના સુધી રૂ. ૩.૨૫ લાખ ભાડું પણ બંનેએ ચૂકવી આપ્યું હતું. બાદમાં ભાડું આપવાનું બંધ કરી દેવાતા મહેશભાઈ રાજ અને પૂજા પાસે ઉઘરાણી કરતા હતા. પરંતુ તેઓ વાયદાઓ કરે રાખતાં હતાં.

આ સિવાય લાઈટ બિલ પણ ભર્યું નહીં હોવાથી ભાડા કરારનો ભંગ કરવામાં આવતાં મહેશભાઈએ નોટિસ ફટકારી હતી. જેનો કોઈ પ્રત્યુત્તર નહીં આપી પ્લોટ પચાવી પાડવાના બદ ઈરાદે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે અન્વયે મહેશભાઈ લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી કે, ભાડા પેટે રૂ. ૭.૫૩ લાખ અને લાઈટ બિલના રૂ. ૩,૮૦,૮૬૦ નહીં ચૂકવી રાજ અને પૂજા દવે પ્લોટ પચાવી પાડવા છેતરપિંડી આચરવામાં આવી છે. આ અરજીની સીટની તપાસના અંતે કલેક્ટરનાં હુકમથી સેક્ટર – ૨૧ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/