fbpx
ગુજરાત

રાજપથ, કર્ણાવતી સહિતની ક્લબોની મેમ્બરશીપમાં ૧૮ ટકાનો વધારો થશે

ક્લબ્સ હવે તેના મેમ્બર્સને કોઈપણ સેવા આપશે તો તેના પર જીએસટી લાગશે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે કોલકાતા ક્લબ્સ લિમિટેડમાં ચૂકાદો આપ્યો હતો કે ક્લબ તેના સભ્યને સર્વિસ આપે તો તેના પર વેટ લાગી શકશે નહિ. આ ચૂકાદાને આધારે એડવાન્સ રૂલિંગ ઓથોરીટીએ પણ જીએસટી ન લાગે તેવો ચૂકાદો આપ્યો હતો. પરંતુ આ ચૂકાદાને રિવર્સ કરવા માટે નાણાં મંત્રી ર્નિમલા સીતારામને નવી કલમ ૭(૧) (એએ) દાખલ કરી છે. આ કલમને માધ્યમથી એસોસિસેયશન ઓફ પરસન અને તેના સભાસદોને અલગ એન્ટિટ ગણવામાં આવશે.
આ ફેરફારને કારણે હવે ક્લબ મેમ્બર્સને કંઈ પણ આપશે તો તેમણે જીએસટી ચૂકવવો પડશે. રાજપથ, કર્ણાવતી ક્લબ સહિતની અમદાવાદની સંખ્યાબંધ ક્લબની મેમ્બરશીપ ફી પર ૧૮ ટકાનો વધારો આવી જશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે મેમ્બરશીપ ફી પર ૧૮ ટકા અને રેસ્ટોરાં પર ૫ ટકા જીએસટી લાગુ પડશે. તેને પરિણામે ક્લબની મેમ્બરશીપ ફી પર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડતા ક્લબની મેમ્બરશીપ મોંઘી પડશે. આ સાથે જ બજેટના માધ્યમથી કલમ ૧૬માં ફેરફાર કર્યો છે.

તેથી ખરીદનારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવી હોય તો સપ્લાયરે તેના વેચાણની વિગતો જીએસટીના પોર્ટલ પર અપલોડ કરવી ફરજિયાત છે. એટલ કે તેણે જીએસટીઆર-૧ ભરેલું હશે અને તે વિગતો જીએસટીઆર – ૨બીમાં રિફ્લેક્ટ થશે તો જ તેના સપ્લાયરને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. જીએસટીને લગતી કલમ ૩૫ (૫)માં પણ ફેરફાર કર્યો છે. તેમાં ફેરફાર કરતાં રૂ. ૫ કરોડની ઉપર ટર્નઓવર હોય તો તેવા વેપારીઓ માટે ઓડિટ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કલમ ૫૦માં પણ ફેરફાર કર્યો છે. પહેલી જુલાઈ ૨૦૧૭થી સુધારી દીધી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/