fbpx
ગુજરાત

ગુજરાતમાંથી મોંઘાદાટ ફોનનું વિદેશમાં સ્મગલિંગ, મોટું રેકેટ કેવી રીતે ખુલ્લું પડ્યું

અમદાવાદ સાયબર ક્રાઇમે એક એવા આરોપીને ઝડપી છે જેની વાત સાંભળીને ભલભલાને પરસેવો છૂટી જાય. કારણ કે, આરોપી ખાલી ૈઁર્રહી જાેડે છે એ પણ મોટા ઘરના પૈસાદાર લોકોનો મોબાઇલ ચોરી નથી. ભારતમાંથી અન્ય દેશમાં સ્મગલિંગ કરે છે. આ માટે તેણે જે મોડસ ઓપરેન્ડી અપનાવી છે, તેમાં ફોન ચોરાયા બાદ તે વ્યક્તિનું ડુપ્લિકેટ સીમકાર્ડ પરથી બનાવી દેતો હતો અને તેને ફોન કરીને તેમનો ફોન પાછો આપવાનું કહી તેમના લોગિન આઈડી પાસવર્ડ નાખીને ફોન અનલોક કરી દેતો હતો. ત્યારબાદ આખો સ્મગલિંગનો સિલસિલો શરૂ થતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, ગુજરાતના કેટલાક ખાસ પોકેટના ૈઁર્રહી ચોરાઈ રહ્યા છે. ૈઁર્રહી દરેક સિરિઝના હતા. તેમાં પણ ખાસ કરીને કેફે, ફાઇવસ્ટાર હોટલ કે મોટી જગ્યા જ્યાં હાઈ પ્રોફાઈલ લોકો બેસતા હોય, ત્યાંથી આ ફોન ચોરાયા હતા. હવે ૈઁર્રહી કેમ ચોરાઈ રહ્યા હતા તેનું ક્યાંય લોકેશન મળતું ન હતું. એટલે નંબર સ્ટ્રેસમાં મૂક્યા હતા, પણ દરેકનું લોકેશન પશ્ચિમ બંગાળ આવતું અને ત્યારબાદ ફોન ડિ-એક્ટિવ થઈ જતો હતો. પોલીસ માટે ચેલેન્જ હતું કે, પશ્ચિમ બંગાળમાં ફોન એક્ટિવ થયા બાદ એકદમ બંધ કેમ થઈ જાય છે. ત્યારબાદ પોલીસે ધીમેધીમે આ ૈઁર્રહી ચોરીનું પગેરું શોધવા માટે તપાસ હાથ ધરી અને એક ચોંકાવનારી વિગત સામે આવી હતી.

જે જાણીને પોલીસ પણ એક સમયે વિચાર કરવા લાગી કે આ આટલું મોટું સ્મગલિંગનું રેકેટ કઈ રીતે ચાલે છે. આ અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમના ડીસીપી અજીત રાજીયાણા દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે નવસારીથી એક આરોપીની ધરપકડ કરી છે. જેણે એક જ રાઉન્ડમાં ૨૦૦ ૈઁર્રહી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે, તે અત્યાર સુધી ૫૦૦થી વધુ ફોન ચોરી અને દેશ બહાર મોકલી ચૂક્યા છે. વિદેશના અનલોક આવે પણ ભારતથી જવાનો પ્રથમ કિસ્સો?.. જાણો.. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૈઁર્રહીનો વિશ્વભરમાં ક્રેઝ છે. સામાન્ય રીતે વિદેશથી અનલોક ફોન ભારતમાં આવતા હોય છે, પણ ભારતના ફોન અનલોક કરીને વિદેશમાં જવાનું આ સૌથી પહેલું રેકેટ છે, જે અમારી સામે આવી છે.

અમને જાણવા મળ્યું કે એક વ્યક્તિ ગુજરાતના અલગ અલગ પોકેટ્‌સમાંથી મોબાઇલની ચોરી કરે છે, જે માત્ર ૈઁર્રહી છે. આ ઇન્ટરસેપ્શન અને સર્વેલન્સ દ્વારા અમને આરોપીની કડી મળી અને અમે તેને ઝડપી લીધો છે. જેણે ૨૦૦ જેટલા મોબાઈલ ચોરી કરીને બાંગ્લાદેશ જેવા નાના દેશોમાં મોકલ્યા છે. કેવી મોડસ ઓપરેન્ડી હતી? તે જાણો?.. સૌપ્રથમ આરોપી અમદાવાદ જેવા મોટા શહેરોના કેફે ફાઇસટાર હોટલ કે નાઈટ હેન્ગ આઉટ જેવી જગ્યાઓએ પહોંચી જાય અને ત્યારબાદ જે પૈસાદાર લોકો આઈફોન યુઝ કરતા હોય તેની નજર ચૂકવીને તેનો ૈઁર્રહી લઈ લેતા હતા.

પહેલા આ લોકો ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા. એટલે જે તે મોબાઇલ યુઝર પોતાનું ફોન ચોરાયો હોવાની પ્રોસેસ કરે ત્યારે બે દિવસમાં જ તેમના ફોનની અંદરથી સીમકાર્ડ કાઢીને એનું ડુપ્લિકેટ સીમકાર્ડ મેળવી લેતા હતા. ત્યારબાદ તે વ્યક્તિને તે નંબરના આધારે તેમનો સંપર્ક કરવા અથવા ઈમેલ કરીને કોન્ટેક્ટ કરતા હતા. જેના બાદ તેઓ તેમનો ફોન અમારી પાસે છે અને પરત આપવા માંગે છે, જે માટે તેઓ તેમની પાસેના ડિવાઇસમાં ૈઁર્રહીનું આઈડી લોગિન કરે તેવું જણાવતા હતા. એક વખત લોગિન થઈ ગયા બાદ તેઓ તાત્કાલિક ફોન અનલોક કરીને સીમકાર્ડ કાઢી નાખતા હતા. હવે ફોન અનલોક થઈ ગયો એટલે ફોનમાં જે ડેટા છે, તે ઝીરો થઈ ગયો છે. એટલે હવે આ ફોનને વેચવો સરળ બને છે.

હવે આ લોકો ભેગા મળીને આ તમામ ફોનને બાંગ્લાદેશના પહોંચાડવા માટે બંગાળની સીમામાંથી સ્મગલિંગ કરવાનું શરૂ કરે છે. ચોરીનો ફોન ભલે લાખનો હોય કે દોઢ લાખનો તેની ફિક્સ રકમ બાંગ્લાદેશમાં પહોંચ્યા પછી ચૂકવી દેવામાં આવે છે. એટલે કે માત્ર ૧૦ હજારમાં પણ આ ફોન વેચતા હોય તેવી શક્યતા છે. બોટમાં બાંગ્લાદેશી સીમામાં આ ફોન પોટલું વાળીને મોકલી દેવામાં આવે છે અથવા ડુપ્લિકેટ ૈઁર્રહીના બોક્સ બનાવીને આ ફોન મોકલવામાં આવતા હોય તેવું નાખું નેટવર્ક છે. અમદાવાદ સાઇબર ક્રાઈમને શંકા છે કે ગુજરાતનો આ એક ૈઁર્રહી ચોર છે, તેવી રીતે અન્ય રાજ્યોમાં પણ ૈઁર્રહીના ચોર છે, જેઓ બાંગ્લાદેશ કે નાની કન્ટ્રીમાં ૈઁર્રહીનું સ્મગલિંગ કરે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/