fbpx
ગુજરાત

સુરતના કતારગામમાં એક એપાર્ટમેન્ટના સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટના આધારે મનપાની કાર્યવાહી, ૬૪ ફ્લેટ સીલ થયા

કતારગામ વિસ્તારના આદિનાથ એપાર્ટમેન્ટ જર્જરીત સ્થિતિમાં હોવાનો જણાય આવતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કતારગામ ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત હેઠળ કતારગામ આદિનાથ એપાર્ટમેન્ટના ફલેટને સીલ કરવાની કામગીરી કરી હતી. ૧૮ ફ્લેટમાં હાલ રહીશો રહેતા હતા. અધિકારીઓ અને ટીમ સીલ કરવા પહોંચે ત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો.

આદિનાથ એપાર્ટમેન્ટમાં આજે કતારગામ ઝોન અધિકારીઓની ટીમ કતારગામ પોલીસ સ્ટેશન પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીની ટીમ તેમજ મનપાના માર્શલના બંદોબસ્ત હેઠળ સીલિંગની કાર્યવાહી કરી હતી. આદિનાથ એપાર્ટમેન્ટમાં કુલ ૫ છે. દરેક વિગમાં ૧૬ ફ્લેટ છે. કુલ ૬૪ ફ્લેટ છે. જેમાં ઘણા ખરા ફ્લેટ ખૂબ જ જર્જરીત થવાથી કોઈ રહેતું ન હતું. તેમ જ ૧૮ જેટલા ફ્લેટની અંદર લોકો રહી રહ્યા હતા. આદિનાથ એપાર્ટમેન્ટના સભ્યોએ આર્કિટેક્ટ નિમણુંક કરી સ્ટ્રકચરલ સ્ટેબિલીટી રીપોર્ટ મનપામાં રજૂ કરવામાં આવ્યો છતાં મનપાએ રિપોર્ટને ફગાવ્યો. દીધો હતો મનપા દ્વારા સત્તાવાર નક્કી કરેલી એસવીએનઆઇટી કોલેજ દ્વારા જે સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે તેને જ માન્ય રાખવામાં આવે છે.

મનપાના કતારગામ ઝોનના આસિસ્ટનટ ઈજનેર હેમંત પટેલે જણાવ્યુ હતું કે, અમોએ આદિનાથ એપારમેન્ટનો જીફદ્ગૈં્‌માં સ્ટ્રકચરલ સ્ટેબીલિટી રિપોર્ટ કરાવ્યો હતો. તેમાં મિલકત રહેવા લાયક નહિ હોવાનું જણાવાયું હતું. જેથી સીલ મારવા પહોચ્યા છીએ. અસરગ્રસ્ત ફ્લેટ ધારકોએ પણ ખાનગી રહે સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો હતો પરંતુ અમારી સત્તાવાર એજન્સી દ્વારા માત્ર બિલ્ડિંગમાં કોસ્મેટિક રીપેરીંગ થયું હોવાનું કહી મકાન રહેવા લાયક ન હોવાનું જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/