fbpx
ગુજરાત

ગાંધીનગર કેનાલમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરવા પહોંચેલા પતિ, પત્ની અને પુત્રને જીવન આસ્થાની ટીમે બચાવી લીધા

અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતાં યુવાનના પરિવારમાં પત્ની અને એક દીકરો છે. વેપારી છેલ્લા બે માસથી નરોડા તથા કાલુપુર વિસ્તારમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આઠેક માસ પહેલા તે કૃષ્ણનગર દસ માળીયા પાસે ટામેટાની લારી ચલાવતો હતો. તે વખતે ટમેટાનો માલ ભરાવવા માટે પૈસાની જરૂર પડતા સામેના માર્કેટમાં શીવ શક્તિ ભંડાર નામની કરીયાણાની દુકાન ધરાવતા હર્ષ કમલેશભાઇ લાલવાણી (રહે-ક્રિષ્ણા એસ્ટેટ નયનનગર કૃષ્ણનગર અમદાવાદ) પાસેથી ૫ હજાર વ્યાજે લીધા હતા.જે પેટે યુવાન રોજનું ૧૦૦ રૂપિયા વ્યાજ ચૂકવતો હતો.

બાદમાં વધુ પૈસાની જરૂર પડતાં તેણે બીજા રૂ. ૩૫૦૦૦ ટુકડે ટુકડે વ્યાજે લીધા હતા. જેનું રોજનું ૭૦૦ રૂપિયા વ્યાજ છ મહિના સુધી ભર્યું હતું. જાે કે છેલ્લા બે માસ પહેલા ટમેટાના ધંધામાં મંદી આવતાં તે હર્ષને વ્યાજ ચૂકવી શક્યો ન હતો. અને રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. તેમ છતાં યુવાન વ્યાજ ચૂકવવા જેટલા પૈસા ભેગા કરી શકતો ન હતો. આ તરફી વ્યાજ માટે વ્યાજખોર હર્ષ અવારનવાર ઉઘરાણી કરીને ત્રાસ આપવા લાગ્યો હતો. આથી કંટાળીને ગઈકાલે સાંજના સમયે યુવક તેની પત્ની અને દીકરાને લઈને ગાંધીનગર સુઘડ નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાત કરવા પહોંચી ગયો હતો. જ્યાં જીવન આસ્થાનું બોર્ડ વાંચીને યુવાને કોલ સેન્ટરમાં કોલ કર્યો હતો. જેની આપવીતી સાંભળીને જીવન આસ્થાની ટીમને કઈ અજુગતું બનવાની આશંકા આવી ગઈ હતી. અને તેનું સતત ટેલીફોનીક કાઉન્સિલિંગ ચાલુ રાખ્યું હતું.

જેની જાણ થતાં જીવન આસ્થાનાં લાઈઝનિંગ ઓફિસર એવા પીઆઈ પ્રવીણ વાલેરાએ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ થકી યુવકનું લોકેશન મેળવી અડાલજ પોલીસ મથકના પીઆઈ મૂછાડને જાણ કરી હતી. આ સાંભળી પીઆઈએ તાત્કાલિક પોતાની ટીમને કેનાલ પર મોકલી આપી હતી. આ તરફ યુવક ફોન મૂકીને સામૂહિક આપઘાત કરવાની તૈયારીમાં હતો. એટલામાં પોલીસ ટીમ પરિવાર પાસે પહોંચી ગઈ હતી. બાદમાં તેઓને કૃષ્ણનગર પોલીસને સોપવામાં આવ્યા હતા. જેનાં પગલે કૃષ્ણનગર પોલીસે યુવાનની ફરિયાદના આધારે હર્ષ લાલવાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ જીવન આસ્થાની સતર્કતા અને પોલીસ ટીમ વર્કનાં કારણે એક પરિવારને મોતના મુખમાંથી બચાવી લઈ ગાંધીનગર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/