fbpx
ગુજરાત

બિહારના CM નીતીશ કુમારને ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતથી ઝડપાયો

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો સુરતમાં હોવાની માહિતી મળી હતી. એને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માગતાં ક્રાઈમ બ્રાન્ચે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે. આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે બિહાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફોન કરનારી વ્યક્તિની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી.

તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતાં બિહાર પોલીસે સુરત પોલીસને જાણ કરી મદદ માગી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચને જાણ કરાતાં ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સના આધારે અંકિત મિશ્રાને આજરોજ લસકાણાથી ઝડપી પાડી તેનો કબજાે બિહાર પોલીસને સોંપ્યો હતો. સુરતમાં રહી મજૂરીકામ કરતા મૂળ બિહારના અંકિત મિશ્રાએ ૨૦ માર્ચના રોજ ઈન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી સાંજના સમયે બિહારના મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી છે. જાેકે પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે. તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/