fbpx
ગુજરાત

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) Act-૨૦૦૯ અંતર્ગત અમાન્ય થયેલી અરજીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તક

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) Act-૨૦૦૯ અંતર્ગત RTE પ્રવેશ વર્ષ ૨૦૨૩-૨૪ માટે અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવામાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ની કલમ 12.1 (C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધો.૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે તા.૩૧/૦૩/૨૦૨૩ના રોજ  પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જેમાં આશરે ૧,૨૧૨ જેટલી ઓનલાઇન અરજીઓ વેબપોર્ટલ ૫૨ મળી હતી. આ ઓનલાઇન મળેલ અરજીઓની ચકાસણી કરવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ તા.૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૨૩ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. આવેલી આ અરજીઓની ચકાસણી બાદ કુલ ૨૧૮ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થઈ છે. જેને ધ્યાને લઈ જે અરજદારોની ઓનલાઇન અરજી અમાન્ય થઈ હોય માત્ર તેવા અરજદારોએ આગામી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ઓનલાઇન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ ૫૨ જઇ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી અમાન્ય થયેલ અરજીમાં જો કોઈ જરુરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ ક૨વા માંગતા હોઇ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. એ વિશે અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. નિયત સમયગાળા બાદ અમાન્ય થયેલ અરજીઓની પુનઃચકાસણી જિલ્લા કક્ષાએ તા.૨૯/૦૪/૨૨૩ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની અમાન્ય થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસા૨ RTE પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીની એક અખબારી યાદી જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts