fbpx
ગુજરાત

બનાસકાંઠાના ઘાનેરા ખાતે રહેતી પત્ની અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઇ ઃ પિતાના આક્રોશનો ભોગ બનેલા બે માસૂમ બાળકો બિનવારસી બની ગાંધીનગરના માર્ગ પર ફરતા થયાગાંધીનગર પોલીસ અને બાળ સુરક્ષા એકમના સંયુક્ત કાઉન્સિલીંગ કરી પિતા-બા સાથે બે માસૂમ ભૂલકાઓનું મિલન કરાવ્યું

ગાંધીનગરઘાનેરાથી કોઇ વ્યક્તિ સાથે ભાગી ગયેલી પત્ની સામેનો આક્રોશ વ્યક્ત કરવા ગાંધીનગર ખાતે રહેતા પત્નીના મોટા બાપુજીના ઘરે આવેલ પતિ બન્ને બાળકોને પત્નીના મોટાબાપુજીના ઘરે મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ બે માસૂમ ભુલકાઓ ગાંધીનગરના ક-૭ સર્કલ પાસેથી પોલીસને મળ્યા હતા. આ બન્ને ભુલકાના પિતાનું કાઉન્સિલીંગ કરીને પોલીસ અને બાળ સુરક્ષા એકમે પિતાની ઓળખ કરી હતી. ભુલકાઓને તેના પિતા – બા સાથે તેમનું મિલન કરાવ્યું હતું.
આ ઘટનાની વિગત એવી છે કે, તા.૨૮/૦૭/૨૦૨૩ના રોજ ક- ૭ સર્કલ પાસેથી બપોરના ૦૧ઃ૦૦ વાગ્યા આસપાસ પેટ્રોલીંગ દરમ્યાન સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન ગાંધીનગરને આશરે ૦૬ વર્ષની ઉંમરના ૨ બાળકો મળી આવ્યા હતા. પોલીસે બાળકો પાસેથી તેમના માતા-પિતા અને ઘરે વિશે માહીતી મેળવવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ બન્ને બાળકો તેમનું ચોક્કસ સરનામું કે મોબઈલ જાણતા ન હતા. ફક્ત ધાનેરાના રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ. તેમજ પિતા સાથે ગાંધીનગર આવેલા હોવાનું જણાવ્યું હતુ. પોલીસ દ્વારા બાળકોના વાલીનો સંપર્ક ન થતા ૦૨ બાળકોને બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર-૧૭ ગાંધીનગર ખાતે સંભાળ અને રક્ષણ માટે આશ્રય હેઠળ મુકવામાં આવ્યા હતા.
સંસ્થા દ્વારા બાળકોના વાલીની શોધખોળ માટે કાઉન્સેલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસ અને બાળ સુરક્ષા એકમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં શોધખોળની પ્રક્રીયા ચાલુ કરવામાં આવી હતી. જે દરમ્યાન બાળકોના પિતા અને દાદીનો સંપર્ક ધાનેરાથી તથા તેઓને તમામ આધાર પુરાવઓ સાથે બાળગૃહ ખાતે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
પોલીસ અને બાળ સુરક્ષા એકમ સમક્ષ તેના પિતાએ જણાવ્યું હતું કે, તેની પત્ની તેના ૦૧ નાના બાળકને સાથે લઈને અન્ય ઇસમ સાથે નાસી ગઇ છે. જેથી તેઓ પત્નીના મોટા પિતા સેક્ટર-૨૪ ગાંધીનગર ખાતે રહેતા હોવાથી આ બન્ને બાળકોને તેમના ઘરે મુકવા આવ્યા હતા. તે સમયે તેમની સાથે બોલા-ચાલી થતા બન્ને બાળકોને ત્યાં છોડીને નિકળી ગયો હતો. આમ આ બન્ને બાળકો માતા-પિતા વગરના રસ્તે રખડતા થઈ ગયા હતા.
બાળ કલ્યાણ સમિતિ ચેરમેન, નવિનચંદ્ર વ્યાસ, સંસ્થાકિય સુરક્ષા અધિકારી, તેમજ સંસ્થાના અધિક્ષક હાજર રહી બાળક અને વાલીના આધર-પુરાવાઓની ખરાઈ કરી બાળકનો કબ્જાે તેના પિતાને આપ્યો હતો. અને બાળકની વિશેષ કાળજી અને દેખરેખ રાખવા તથા યોગ્ય શિક્ષણ આપવા ઉપરાંત બાળકોને બનાસકાંઠા જિલ્લાના બાળ ગૃહમાં આશ્રય હેઠળ મુકવા ભલામણ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/