fbpx
ગુજરાત

કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનની નીતિ રીતી સામે સવાલ ઉઠાવ્યા

વિપક્ષ નેતાએ કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા કે, “વિવિધ ઉપજાઉ કારણો બતાવી કંપનીની ખોટી ફેવર શા માટે કરવામાં આવે છે..””જિંદાલ અર્બન વેસ્ટ દ્વારા ૬ વર્ષમાં એક પણ યુનિટ વીજળી ઉત્પન્ન નહીં કરાઈ છતા કોર્પોરેશને કંપનીની મુદ્દતમાં કર્યો વધારો” ઃ વિપક્ષ નેતાનો મોટો આરોપવિવિધ ઉપજાઉ કારણો બતાવી કંપનીની તરફદારી કેમ ઃ વિપક્ષ નેતાનક્કર કામગીરી ન થતા કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે મુદ્દત વધારાઈ ઃ વિપક્ષ નેતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી.ની મુદ્દતમાં વધારો કરતા વિપક્ષ નેતાએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ છે કે વર્ષ ૨૦૧૬માં કોર્પોરેશન એ જમીન આપી ત્યારથી અત્યાર સુધીમાં કંપની દ્વારા એક યુનિટ પણ વીજળી ઉત્પન્ન કરાઈ નથી, છતા કંપનીની મુદ્દત વધારવામાં આવી છે. વિપક્ષના નેતાએ કરી સ્થળ તપાસ હતી. જેમાં ૬ વર્ષમાં એક પણ યુનીટ વીજળી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગયેલ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી. ઉપર ભાજપ અને મ્યુનિ.કોર્પો.મહેરબાન હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં કામ નં ૨ કે દાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી.ને વેસ્ટ ટુ એર્નજીનો પ્રોજેકટ શરૂ કરવા માટેની મુદતમાં વધારો કરવા બાબતનું કામ લાવવામાં આવેલ છે. આ કંપનીને સને ૨૦૧૬માં તા. ૧૯.૦૮.૨૦૧૬ના રોજ જમીન ફાળવેલ હતી તે પ્રોજકેટ હકીકતમાં ૨૦૧૮માં કાર્યરત કરવાનો હતો, પરંતુ હજુ સુધી કોઇ નક્કર કામગીરી થઇ શકી નથી જેથી તે કંપની દ્વારા આજદિન સુધી એક પણ યુનીટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી નથી. વિપક્ષ નેતાએ કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા છે કે વિવિધ ઉપજાઉ કારણો બતાવી કંપનીની ખોટી ફેવર શા માટે કરવામાં આવે છે ? તેમાં કોનું હિત સચવાયુ છે ? વિવિધ પ્રશ્નો તપાસ માંગી લે તેવી બાબત છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ એબેલોન કલીન એર્નજી લી.ને વેસ્ટ ટુ એર્નજીનો પ્રોજેકટ શરૂ કરવા માટેની મુદતમાં વધારો કરવાનું કામ મંજુર કરેલ હતું. અગાઉ કરાર કરેલ મુજબ જીંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લી. રોજનો ૧૦૦૦ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવા ૧૪ એકર જમીન ફાળવેલી પરંતુ રોજના ૧૦૦ ટન કચરો લેવામાં તે કંપની નિષ્ફળ ગઇ છે. ત્યારે હવે તે કંપની કેવી રીતે કામ કરશે ? તે શંકાસ્પદ બાબત છે તેમજ સમગ્ર દેશમાંથી આ કામ અસરકારક રીતે કરવામાં કોઈ કંપની સફળ થઇ નથી કચરાના ડુંગરને દુર કરવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ હોવા છતાં તેને મુદતમાં વધારો કરવા બાબતનું કામ લાવી હવે ભાજપ દ્વારા ધનસંચય કરવામાં આવી રહયો છે. શા માટે તે કંપનીને મુદ્દતમાં વધારો કરી આપવી જાેઈએ? તેનો કોઇ સ્પષ્ટ નક્કર ઉલ્લેખ કરેલ નથી. અત્યાર સુધી તે કંપની દ્વારા ૬ વર્ષમાં કોઇ કાર્યવાહી ના કરી તો હવે કરશે તેવું ભાજપના સત્તાધીશો કેમ જણાયું છે ? તે સમજી શકાય તેવી બાબત છે. કચરાનો સમયસર નિકાલ કરવા તે કંપની દ્વારા કોઇ નક્કર કાર્યવાહી નહી કરી હોવાથી તેઓને આપેલ જમીન પરત લઇ નિષ્ફળ કંપનીને બ્લેકલીસ્ટ કરવા તેમજ તેની પાસેથી પેનલ્ટી વસુલ કરવી જાેઇએ અન્યથા આ કામ મંજુર કરવા બાબતે કોંગ્રેસ પક્ષનો સખ્ત વિરોધ છે. સમગ્ર શહેર ગંદકી અને કચરામુક્ત થાય તે માટે નવેસરથી વૈશ્વિક ટેન્ડર બહાર પાડવા માટે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/