fbpx
ગુજરાત

માંગરોળના વેરાકુઈ ગામમાં લમ્પી વાયરસથી એકસાથે ૧૫ પશુઓના મોતવેટનરી વિભાગે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત બાદ હવે સુરતના માંગરોળમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. માંગરોળના વેરાકુઈ ગામમાં લમ્પીથી એકસાથે ૧૫ પશુઓના મોત થયા હતા. રહી રહીને પશુપાલન વિભાગ હરકતમાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. દુધાળા તેમ જ બળદ, વાછરડા અને ગાયોના મોત થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે સુમુલ ડેરીના વેટનરી વિભાગે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી હતી.

પશુપાલકોનો આરોપ છે કે, વેક્સીનેશન માટે વપરાતી સોયથી જ અન્ય પશુઓનેઓને પણ રસીકરણ કરવામાં આવે છે. જેથી બીજા પશુઓને ચેપ લાગી શકે છે. જાે કે બીજી તરફ પશુપાલન વિભાગના અધિકારીએ પોતે સુમુલ ડેરી સાથે સંકલન બાદ કામગીરી કરી હોવાનો લુલો બચાવ કર્યો. પોતાની નિષ્ક્રિયતાને છુપાવવા જવાબદારીમાંથી છટકયા હતા અને પોતે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જાેકે બીજી તરફ ૧૫ જેટલા પશુઓના મોત નિપજી ચુકયા છે. હવે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. સરકાર દ્રારા સહાય ચુકવવામાં આવે તેવી પશુપાલકોએ સ્થાનિકોને માગ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/