fbpx
ગુજરાત

વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ગુજરાતની ૮૫ દીકરીઓએ ૨૧ થી ૮૦ કિલો સુધીનું વજન ઊંચકી પોતાની ખેલ પ્રતિભા દર્શાવી

જીવનના દરેક ક્ષેત્રમાં વજન મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે કુમળી મહિલાઓ પણ અનેક વજન ઉઠાવી જીવનને સફળ બનાવે છે. નવસારીની મદ્રેસા હાઈસ્કૂલમાં ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ હેઠળ યોજાયેલી વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ગુજરાતની ૮૫ દીકરીઓએ ૨૧ થી ૮૦ કિલો સુધીનું વજન ઊંચકી પોતાની ખેલ પ્રતિભા દર્શાવી હતી. ભારત સરકાર દ્વારા મહિલા ખેલાડીઓ પણ રમતમાં સફળતાની કેડી કંડારી શકે એવા ઉમદા ઉદ્દેશ્યથી ખેલો ઇન્ડિયા વિમેન્સ લીગ અંતર્ગત ભારતના ૨૦ શહેરોમાંથી એક નવસારીમાં પણ અસ્મિતા વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું ગુજરાત વેઇટ લિફ્ટિંગ એસોસિયેશનના સહયોગથી આયોજન કર્યુ હતુ. જેમાં નવસારી, સુરત, અમદાવાદ, જામનગર, અમરેલી સહિતના ૮ જિલ્લાની ૮૫ મહિલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મદ્રેસા હાઇસ્કૂલના હોલમાં યોજાયેલી સ્પર્ધામાં ૧૭ વર્ષ સુધીના ટીનએજર, ૨૦ વર્ષ સુધીના જુનિયર અને ૨૦ વર્ષથી ઉપર સિનિયર કેટેગરીમાં મહિલા ખેલાડીઓએ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી ૨૧ થી ૮૦ કિલો સુધીનું વજન ઊંચક્યું હતુ. જેમાં ઘણી ખેલાડીઓ નિષ્ફળ રહી, પરંતુ નિષ્ફળતા બાદ પણ તેમનો જુસ્સો કાબિલે તારીફ હતો. સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલી ખેલાડીઓ પણ આવી હતી અને સ્પર્ધાના પ્રારંભે અન્ય ખેલાડીઓને વેઇટ લિફ્ટિંગના ડેમોસ્ટ્રેશન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ કરીને ઉંચા વજનને ઊંચકવામાં મહિલા ખેલાડીઓની મહિનાઓની મહેનત દેખાઈ હતી, કારણ વેઇટ લિફ્ટિંગના નિયમો અનુસાર ૮૦ કિલો સુધીનું વજન ઊંચકવું જ એક ચેલેન્જ હોય છે.

વિજેતા ખેલાડીઓએ આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી વિભિન્ન રમતોમાં ભાગ લઈ પોતાના શહેર, ગુજરાત અને ભારતને ગૌરવ અપાવવાની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ સ્પર્ધામાં અન્ય ખેલાડીઓ પણ સક્ષમ હોવાથી ટફ ફાઇટ રહી હતી. જાેકે મક્કમતાથી ગેમ પર ફોકસ અને કોચના માર્ગદર્શનને કારણે વજન ઊંચકવામાં સરળતા રહી હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. જ્યારે આયોજકોએ ધારવા કરતા સ્પર્ધકોની સંખ્યા સારી રહેતા ગુજરાતની દીકરીઓની રમત પ્રત્યેની લાગણી જાેઈ હર્ષ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/