fbpx
ગુજરાત

સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ભાડામાં ૧ થી ૫ રૂપિયાનો ભાવ વધારો

સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ભાડામાં ૧ થી ૫ રૂપિયાનો ભાવ વધારો થયો છે. ૩૮મી બોર્ડ મીટીંગમાં ભાવ વધારાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આજથી આ નવો ભાવ વધારો અમલી થયો છે. આ ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે નવા ભાવ વધારાના બેનર પણ લગાડી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં મ્ઇ્‌જી અને સીટીબસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે. શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે.

જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉતરો-ઉતર વધારો થઇ રહ્યો છે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે. જ્યાં એક ટીકીટ થી સીટીબસ અને મ્ઇ્‌જી માં મુસાફરી કરી શકાય છે. હાલમાં મ્ઇ્‌જી ના કુલ ૧૩ રૂટ તેમજ સીટીબસના કુલ ૪૫ રૂટ ઉપર આશરે દૈનિક ૨,૫૦,૦૦૦ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે. તા.૧૮ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સુરત સિટીલિંક લિ.ની ૩૮મી બોર્ડ મીટીંગ યોજાઈ હતી. આ બોર્ડ મીટીંગમાં તા.૦૧-૯-૨૦૨૩ના રોજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં નવું સ્ટ્રકચર અમલીકરણ કરવા મંજુરી મળી છે.

હાલમાં જાહેર પરિવહન સેવામાં મીનીમમ ભાડું રૂપિયા ૪ થી મેક્સીમમ ભાડું ૨૨ રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ ૨૫ રુપિયા અમલમાં છે. આજથી મીનીમમ ભાડું ૫ રુપિયાથી મેક્સીમમ ભાડું ૨૫ રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ ૩૦ રુપિયા અમલમાં મુકવામાં આવી છે. જેને કારણે છુટા પૈસાની સમસ્યાનું પણ નિવારણ આવશે. વધુમાં શહેરીજનોને વધુ સારી સેવાપુરી પાડવા હેતુસર તથા ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા માટે સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફત કેશલેસ ટ્રાન્જેકશન દ્વારા શહેરીજનોને મુસાફરી માટે ટિકિટમાં સીધા ૨૦% ની રાહત આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/