fbpx
ગુજરાત

અમદાવાદમાં ગાંજાનુ ઘરમાં વાવેતર કરવાનારા ત્રણ લોકોની ધરપકડએક ફ્લેટ ૩૫ હજાર અને બીજાે ફ્લેટ ૩૭ હજારમાં ભાડે રાખ્યા હતા

અમદાવાદમાં ગાંજાનુ ઘરમાં વાવેતર કરવાનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ તેમની ખેતી કરવાની પદ્ધતી જાેઈને તમે પણ ચોંકી જશો. વૈભવી ફ્લેટને ભાડે રાખીને તેમાં હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી દ્વારા ગાંજાની ખેતી કરવામાં આવી હતી. ઘરમાં અત્યાધુનિક પદ્ધતીથી એક આધુનિક ખેતરને પણ ટક્કર મારે એમ ગાંજાની ખેતી કરવામાં આવી હતી. ગાંજાની ગંધ સરખેજ પોલીસને આવી ગઈ હતી અને ભણેલા ગણેલા ત્રણેય યુવા આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઝારખંડની યુવતી સહિત ૩ની કરાઈ ધરપકડ. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પરેચર મેઇન્ટેન કરીને ગાંજાે ઉગાડતા હતા. હાઈપ્રોફાઈલ ફ્લેટમાં નશાનું કેવી રીતે કરતા હતા વાવેતર અને કોણ છે આ આરોપી જાણીશુ આ અહેવાલમાં.

અમદાવાદના હાઈપ્રોફાઈલ ફ્લેટમાં ચાલતી શકાસ્પદ ગતિવિધિ બાદ સરખેજ પોલીસે નશાના વાવેતરની લેબ ઝડપી હતી. આ કોઈ સામાન્ય વાવેતર નથી પણ હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી થતું ગાંજાનું વાવેતર છે. વૈભવી આર્ચીડ લેગાસીના આ ફ્લેટના ૧૫૦૧ અને ૧૫૦૪ નંબર ના ફ્લેટમાં ગાંજાનું વાવેતર ચાલતું હતું. ફ્લેટના રૂમમાં કોઈ ફૂલોના છોડ નહિ પડતું નશાના છોડનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. નશાનું વાવેતર કરનાર માસ્ટર માઈન્ડ ઝારખંડના રાંચીનો ઉજ્જવલ મુરારકા છે. આ એન્જિનિયર એવા યુવકે એગ્રીકલ્ચરનું જ્ઞાન મેળવીને પોતાના ભાઈ રવિપ્રકાશ અને મિત્રો વીરેન મોદી અને રિતિકા પ્રસાદને અમદાવાદ મોકલીને ગાંજાનું વાવેતર કર્યું કર્યુ હતુ. રવિપ્રકાશે સીએ કર્યું છે જ્યારે રિતિકા પ્રસાદે એમબીએનો અભ્યાસ કર્યો છે.

ત્રીજાે આરોપી વિરલ બીકોમ સુધી ભણેલો છે. શોર્ટકટમાં પૈસા કમાવવા આરોપીઓ અમદાવાદમાં આવ્યા હતા અને હવે જેલના સળીયા ગણવા લાગ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી આરોપીઓએ ફ્લેટમાં લેબ બનાવી હતી. હાઇટ્રોપોનિક્સ ખેતીથી ગાંજાનું વાવેતર કરવાની લેબ રાંચીના ઉજ્જ્‌વલ મુરાકરાએ શરુ કરી હતી. જે પકડાયેલ આરોપી રવિપ્રકાશ મુરાકરાનો મોટો ભાઈ છે. એક ફ્લેટ ૩૫ હજાર અને બીજાે ફ્લેટ ૩૭ હજારમાં ભાડે રાખ્યા હતા. જેમાં આ ટોળકીએ નશાનું વાવેતર શરૂ કર્યું હતુ. ગાંજાના વાવેતરનું ફ્લેટમાં ગ્રીન હાઉસ સિસ્મ લેબ શરૂ કરી હતી. ગાંજાનું બિયારણ રાંચી થી વોન્ટેડ ઉજવલ લાવ્યો હતો. જેણે રૂમમાં જરૂરી ઇલેક્ટ્રીક સેટઅપ ગોઠવી કુંડામાં ગાંજાનું બિયારણ વાવેતર કર્યું હતું. તેમજ દરવાજા ઉપર આવેલ મશીન ડી-હ્યુમિડિટી ફાયર મશીન મૂક્યું હતું જે હ્યુમીડીટી ૮૦% થી વધી જાય તો તે ઓટોમેટીક મશીન ચાલુ થઈ જાય.

હ્યુમિડિટી ઘટી જાય તો બાથરૂમમાં રહેલ હ્યુમિડિટી ફાયર મશીન ઓટોમેટિક ચાલુ થઈ જતું હતું. છતના ભાગે એલઇડી લાઇટ સૂર્યપ્રકાશનું કામ કરે છે. હાઈટ દરવાજાની બાજુમાં લટકતા રિમોટથી વધુ અને ઓછી કરી શકાય છે. તેમજ ચારે દીવાલ અને ભોંયતળિયે લાગેલા સિલ્વર રિફ્લેકટર પેપર કુંડાના છોડ ઉપર પ્રકાશ વધારે પડે તે માટે લગાડેલ હતું. જે ગાંજાના બિયારણ નું વાવેતર ઉજવલ કરી આખું સેટઅપ કરી આપ્યું હતું. વોન્ટેડ આરોપી ઉજ્જવલ ૧૫ દિવસ રહી આ લેબ શરૂ કરી હતી. જાેકે ગાંજાના વાવેતર માટે ટેકનોલોજીના ઉપયોગ કરી સર્કિટ થી ટપક પદ્ધતિથી પાણી છોડ પર પડતું હતું. એટલું જ નહીં ગાંજાના વાવેતર માટે ટેમ્પરેચર મેઈન્ટેન પકડાયેલ ૩ આરોપી કરતા હતા. જાેકે દોઢ મહિના જેટલા સમય અગાઉ આ વાવેતર શરૂ કર્યું. સામાન્ય રીતે ગાંજાના વાવેતરમાં લગભગ બે થી ત્રણેક મહિનાનો સમય લાગે છે. પોલીસે ગાંજાનું વાવેતર શરૂ કરતાં જ ઝડપી લીધું છે.

પોલીસ તપાસમાં આરોપીએ પ્રથમવખત ગાજાની ખેતી લેબ શરૂ કરી હતી. જાે આ લેબ ચાલ્યાં બાદ મોટી લેબ શરૂ કરવાના હતા. ગાંજાના વાવેતર સેટઅપ કરનાર રાંચીના ઉજ્જવલને પકડવા પોલીસની એક ટીમ રવાના થઈ છે. ત્યારે સરખેજ પોલીસે હ્લજીન્ ની મદદથી સમગ્ર તપાસ શરૂ કરી છે. બંને ફ્લેટમાં ગાંજાના ૯૬ કુંડા, ગાંજાે ના વાવેતર માટેનો કેમિકલ પાવડર, પ્લાસ્ટિકની થેલીઓ સહિત રૂ ૪.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/