fbpx
ગુજરાત

૧૨ સપ્ટેમ્બરે વિધાનસભાની કામગીરી પેપરલેસ થઈ જશેઈ-વિધાનસભાના લોકાર્પણ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ અને તમામ ધારાસભ્યો હાજર રહેશે

૧૩ સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે. જાે કે તે પહેલા ૧૨ સપ્ટેમ્બરે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ કરવામાં આવશે. આ સાથે જ વિધાનસભાની કામગીરી પેપરલેસ થઈ જશે.. ઈ-વિધાનસભાના લોકાર્પણ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ અને તમામ ધારાસભ્યો હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન આ ઉપરાંત લોકસભાના વૈધાનિક અને સંસદીય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નોવા કંપનીના અધિકારીઓ હાજર રહેશે. ઈ-વિધાનસભાના લોકાર્પણ બાદ વિધાનસભામાં બનાવાયેલી નવી કેન્ટીનનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આગામી ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલું ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર ખાસ બની રહેશે. વિધાનસભાના આ સત્રમાં રાજ્ય સરકાર અલગ અલગ ૯ જેટલા વિધેયક રજૂ કરશે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં ૧૪માંથી ૯ બિલને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, ત્યારે હવે આ તમામ મહત્વપૂર્ણ કહી શકાય તેવા ૯ બિલ વિધાનસભામાં રજૂ કરાશે. ત્રણ દિવસ ચાલનારા સત્રમાં પહેલા દિવસે ૬ વિધેયક, બીજા દિવસે ૨ અને ત્રીજા દિવસે એક વિધેયક રજૂ કરાય તેવી શક્યતા છે. તો વિધાનસભામાં રજૂ થનારા વિધેયક પર નજર કરીએ તો ય્જી્‌ સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઇવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક, ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્‌સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક, ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક, ર્ંમ્ઝ્ર અનામત સંબંધિત સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/