fbpx
ગુજરાત

સુરતના વરાછા ઝોન-છના શહેરી વિકાસ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા

સુરતના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળાની પણ એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા લાંચ માગવામાં આવી હતી. સુરતના વરાછા ઝોન-છના શહેરી વિકાસ વિભાગના અધિકારી લાંચ લેતા પકડાયા છે.

સુરત કોર્પોરેશનના જુનિયર એન્જિનીયર કેયુર પટેલને છઝ્રમ્એ રૂપિયા ૩૫ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા. લાંચ લેવામાં પટ્ટાવાળો નિમેષ ગાંધી પણ સામેલ હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે, આ ઉપરાંત લાંચ માંગવામાં સામેલ પટાવાળા, નિમેષકુમાર રજનીકાંત ગાંધીની પણ એસીબીએ ધરપકડ કરી છે, મકાનના બીજા માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનું ગેરકાયદે બાંધકામ નહી તોડવાના અવેજપેટે ૫૦ હજારની લાંચ બંને આરોપીઓએ માંગી હતી. આ દરમ્યાન રકઝકના અંતે ૩૫ હજાર લેવાના નક્કી કર્યા હતા.

એસીબીમાં આ મામલે ફરિયાદ થતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે ગત મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું અને પુણા વોર્ડ ઓફિસની સામેથી જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલને ૩૫ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા જયારે પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીની તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/