fbpx
ગુજરાત

જૂનાગઢમાં APMC માર્કેટ યાર્ડમાં તુવેરનો સારો ભાવ માતા ખેડૂતો ખુશખુશાલ

જૂનાગઢ યાર્ડમાં જણસીની પુષ્કળ આવક થઇ રહી છે. ત્યારે નવી મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જાેવા મળી રહ્યા છે. આજે કુલ ૧૯ જણસીની આવક નોંધાઈ હતી, જેમાં અડદ અને મગફળી સાથે તુવેરના પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણકે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જાેવા મળ્યા હતા.

આજે ખેડૂતોને અડદના સારા એવા ભાવ મળ્યા હતા આજે ૮૫ ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૧૮૯૫ રૂપિયા એક મણનો નીચો ભાવ ૧૫૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧૮૦૦ રૂપિયા નોંધાયો હતો. તલનાં એક મણનાં ૩૨૫૦ રૂપિયા ભાવ રહ્યાં હતાં અને આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો. જેથી ખેડૂતો ખુશ જાેવા મળ્યા હતા. તુવેરની ૨૨૪ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨૫૧૯ રૂપિયા અને એક મણનો નીચો ભાવ ૨૩૫૦ રૂપિયા તથા સામાન્ય ભાવ ૨૪૦૦ રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. ચાલુ વર્ષે મગફળીનાં સારા ભાવ રહ્યાં હતાં. હાલ યાર્ડમાં તલ, જીરુંનાં સાર ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે.

જૂનાગઢ યાર્ડમાં આજે ૧૧૦ ક્વિન્ટલ તલની આવક થઇ હતી. જેમાં તલનાં એક મણનાં ઉંચા ભાવ ૩૨૫૦ રૂપિયા બોલાયા હતાં. નીચા ભાવ ૨૮૦૦ રહ્યાં હતા અને સામાન્ય ૩૧૦૦ રૂપિયા ભાવ રહ્યાં હતાં. જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં જાડી મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ ૧૩૨૨ રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ ૧૧૫૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧૨૩૦ રૂપિયા નોંધાયા છે. આ ઉપરાંત શીંગદાણાનાં એક મણનાં ૧૬૬૦ રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચા ભાવ ૧૪૦૦ રૂપિયા રહ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. હાલ યાર્ડમાં સોયાબીનની આવક થઇ રહી છે. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવી રહ્યાં છે. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનનાં ૯૩૯ રૂપિયા ભાવ બોલાયો હતો. જયારે સામાન્ય ભાવ ૯૨૦ રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ ૮૫૦ રૂપિયા રહ્યો હતો. જયારે સોયાબીનની ૨૬૬૦ ક્વિન્ટલ આવક થઇ હતી. આજે મેથીની પણ આવક નોંધાઈ હતી, જેમાં એક ક્વિન્ટલ મેથીની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૧૦૫૪ એક મણનો નીચો ભાવ ૮૦૦ અને સામાન્ય ભાવ ૯૦૦ રૂપિયા નોંધાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/