fbpx
ગુજરાત

જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યા, ફરિયાદ ના પરિણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ અમિત ચાવડા 

જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યા, ફરિયાદ ના પરિણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા 

·         ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન થી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે–તાલુકે, “ જનમંચ ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. 

·         આ કાર્યક્રમના ભાગ હેઠળ તારીખ: 02/10/2023 સોમવાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે જનમંચ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. 

કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું ,

✅

 ૧૫૬ સીટની બહુમતી વાળી ડબલ એંજિન સરકાર કોઈનું સંભાળતી નથી, ત્યારે જનતાના પ્રશ્નોને વાચા એટલે કોંગ્રેસ જનમંચ .

➡️

 ઝાલોદ ખાતે જનમંચમાં સ્થાનિક જનતાએ ખુબજ આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા .

અમે જનતાના હક અધિકારની લડાઈ લડીશું,

➡️  ઝાલોદ નગરપાલિકા પ્રશાસન લારીગલ્લા, પાથરણાવાળા , રિક્ષાવાળાને રોજિંદા હેરાન કરે છે.

➡️  નગરપાલિકામાં વહીવટદાર દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

➡️  સમગ્ર વિસ્તારના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે.

➡️  પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણે ઘટ, શાળાના ઓરડા જર્જરીત,અનેક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે . શિક્ષણનું સ્તર દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે.

➡️  નળ સે જળ યોજના માત્ર કાગળ પર, ગામે ગામ વ્યાપક ભ્રષ્ટાચાર.

➡️  ઝાલોદ તાલુકા પંચાયત મનરેગા માં  વ્યાપક ભ્રષ્ટાચાર , ભાજપના મા નેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચાલે છે.કામ મંજૂર કરાવવા લાંચના રૂપિયાની માંગ થાય છે.

➡️  શિક્ષિત યુવાનોને નોકરી મળતી નથી,બેરોજગારી મોટા પ્રમાણમાં, રોજગાર માટે દર દર ભટકવું પડે છે.

➡️  ગુંડા તત્વો દ્વારા મિલકત પચાવી પાડવા માટે વારંવાર
ધાક ધમકી આપવામાં આવે છે.કાયદો વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક હદે ખરાબ.

➡️  કોલીવાડા વિસ્તારમાં નદીમાં  નગરપાલિકા ગટરનું પાણી છોડતી હોવાથી નદીમાંથી પીવાનું પાણી મેળવતા ગ્રામજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો

➡️  ભારે વરસાદ અને પવનને કારણે મકાઈ , ડાંગર અને સોયાબીન ના પાકોને ખૂબ જ નુકસાન થયેલ છે . સરકાર દ્વારા હજુ સુધી સર્વે અને વળતર માટે કોઇ જ કાર્યવાહી કરી નથી.
➡️  તાલુકાના પાંચ ગામોને ઝાલોદ પોલીસ સ્ટેશનમાંથી સાકરીયા પોલીસ સ્ટેશનમાં જોડતા ગ્રામજનો ખૂબ જ  મુશ્કેલીમાં , ફરી થી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જોડવા માંગ.

➡️  ભારતમાલા પ્રોજેક્ટ માં અનેક ખેડૂતોને જમીન સંપાદનમાં અન્યાય , મોટા પ્રમાણમાં માટીકામ ને કારણે અનેક ફળિયા મા વરસાદી પાણી ભરાયા. 

જનતાના અવાજને બુલંદ કરવા, “ જનમંચ ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભા થી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. 

ખુબ મોટી સંખ્યા માં ઝાલોદ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત જનમંચ એ આપ્યો.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રી, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર શ્રી ઓ, સેલ/ફ્રન્ટલના હોદ્દેદાર શ્રી, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/